અમુક ઉંમર બાદ આંખો નીચે કરચલીઓ થવા માંડે છે. આ કરચલી હસીએ ત્યારે તેમજ સૂર્યપ્રકાશમાં બહાર નીકળીએ ત્યારે ખૂબ દેખાતી હોય છે. મોટાભાગે સ્ત્રીઓને 40ની ઉંમર વટાવ્યા બાદ આ કરચલીઓ વધારે દેખાવા લાગતી હોય છે.
અલબત્ત, જે વ્યક્તિનો સ્ક્રીન ટાઇમ વધારે હોય તેમજ સ્કિન ડ્રાય હોય એને આ સમસ્યા ચાલીસી પહેલાંથી જ થવા લાગે છે. આંખોની નીચેનાં કાળાં કૂંડાળાં તો થાય જ છે સાથે સાથે રિંકલ્સની સમસ્યા પણ થવા લાગે છે. જો તમને પણ આવી સમસ્યા હોય તો અહીં દર્શાવેલા ઘરેલુ ઉપાયો અજમાવવા જોઇએ, જેથી રિંકલ્સ અને કૂંડાળાં બંનેની સમસ્યા દૂર થાય.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
કાકડીની પેસ્ટ
કાકડીનો એક નાનો ટુકડો લઇ તેને ક્રશ કરી લો. ત્યારબાદ એ પેસ્ટને આંખો નીચે લગાવીને દસ મિનિટ માટે રહેવા દો. કાકડીમાં રહેલી હેલ્ધી ફેટ સ્કિનને ક્લીન અને હાઇડ્રેટ રાખે છે, જેનાથી ત્વચા ફ્રેશ અને કરચલી રહિત રહે છે.
નાળિયેર તેલથી મસાજ
આંખોની નીચે કાળાં કૂંડાળાં તેમજ કરચલીઓ થઇ ગઇ હોય તો રોજ રાત્રે ચહેરો ધોઇને આંખોની નીચે પાંચથી દસ મિનિટ માટે નાળિયેર તેલથી માલિશ કરો. નાળિયેર તેલથી માલિશ કરવાથી તેલ ત્વચાની અંદર ઊતરશે એટલે કરચલી અને ડલનેસ દૂર થશે.
ગુલાબજળ
ગુલાબજળ એ સ્કિન માટે નેચરલ ટોનરનું કામ કરે છે. ગુલાબજળમાં કોટન બોળીને એ કોટનને આંખો ઉપર દસ મિનિટ સુધી રહેવા દો. એ આંખોના થાકને દૂર કરશે, ત્વચાને હાઇડ્રેટ કરશે.
એલોવેરા જેલ
રોજ રાત્રે સૂતા પહેલાં આંખોની નીચે એલોવેરા જેલ લગાવવાથી પણ ત્વચા સારી રહે છે. એલોવેરા ત્વચાને રિંકલ ફ્રી બનાવે છે તેમજ કાળાં કૂંડાળાં પણ દૂર કરે છે.
ઓલિવ ઓઇલ
રાત્રે સૂતા પહેલાં આંખોની નીચે ઓલિવ ઓઇલથી મસાજ કરી શકાય છે. ઓલિવ ઓઇલથી ત્વચા યંગ રહે છે. દરેક વ્યક્તિ અહીં જણાવેલા ઉપાયોમાંથી પોતાની સ્કિન પ્રમાણે જે અનુકૂળ હોય એ ઉપાય અજમાવી શકે છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.










