EPFO: શું કંપની દર મહિને તમારા એકાઉન્ટમાં PFના પૈસા જમા કરાવી રહી છે? આ રીતે જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ…

WhatsApp Group Join Now

EPFO એક સરકારી પેન્શન બચત યોજના છે. જેમાં કર્મચારી અને કંપની બન્ને કર્મચારીના મૂળ પગારના 12 ટકા ભાગ જમા કરાવે છે. આ ફંડ રિટાયર્મેન્ટની યોજના બનાવવા અથવા નોકરી બદલવાની સ્થિતિમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

જો કે ઘણી વખત એવું થાય છે કે, કંપની દ્વારા કર્મચારીના PF એકાઉન્ટમાં સમયસર પૈસા જમા નથી કરાવવામાં આવતા. એવામાં કર્મચારીએ જાણવું જરૂરી છે કે, તેમના ખાતામાં કંપની સમયસર પૈસા જમા કરાવી રહી છે કે કેમ?

આ માટે કર્મચારીએ નિયમિત રીતે પોતાનું PF એકાઉન્ટ ચેક કરવું જરૂરી છે, જેથી તેને ખ્યાલ આવી શકે કે કંપની તમારા પગારમાંથી પૈસા કાપીને તેને PFમાં જમા કરાવી રહી છે કે કેમ?

PF બેલેન્સ ચેક કરવા માટે તમે ઉમંગ એપ, EPFO પોર્ટર, મિસ્ડ કૉલ અને SMSની સુવિધાનો ઉપયોગ કરી શકો છો. આ આર્ટિકલમાં અમે કંપની તમારા PF ખાતામાં પૈસા જમા કરાવી રહી છે કે નહીં? તે ચેક કરવા માટેની અલગ-અલગ રીત વિશે વિસ્તારથી જણાવીશું…

ઉમંગ એપ થકી બેલેન્સ ચેક કરો

  • સૌ પ્રથમ ઉમંગ એપ ડાઉનલોડ કરીને એકાઉન્ટ લોગ-ઈન કરો
  • એપના સર્ચ બારમાં EPFO ટાઈ કરો
  • હવે View Passbook ઑપ્શન પર ક્લિક કરો
  • અહીં તમારો UAN નંબર અને પાસવર્ડ એન્ટર કરો
  • જે બાદ તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે
  • આ OTP એડ કર્યા બાદ તમે તમારી પાસબુકમાં જમા PF બેલેન્સ જોઈ શકો છો

EPFOની વેબસાઈટ પરથી બેલેન્સ ચેક કરો

  • સૌ પ્રથમ EPFOની સત્તાવાર વેબસાઈટ પર જાવ
  • અહીં For Employees સેક્શન પર ક્લિક કરીને પછી Services ઑપ્શન સિલેક્ટ કરો
  • Know Your EPF Account Balance ઑપ્શન પર ક્લિક કરો
  • અહીં તમારો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા કૉડ એન્ટર કરીને Sign In કરો
  • લોગ ઈન થયા બાદ Passbook ઑપ્શન પર ક્લિક કરો
  • તમારું PF એકાઉન્ટ સિલેક્ટ કરીને બેલેન્સ ચેક કરી શકો છો
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

SMS દ્વારા બેલેન્સ ચેક કરો

  • તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી 7738299899 નંબર પર SMS મોકલો
  • હિન્દીમાં જાણકારી માટે SMSમાં EPFOHO UAN HIN ટાઈપ કરો
  • આવી જ રીતે અંગ્રેજીમાં જાણકારી માટે EPFOHO UAN ENG લખો
  • હવે તમે ઉપર જણાવેલા મોબાઈલ નંબર ટેક્સ્ટ મેસેજ સેન્ડ કરો
  • થોડા સમયમાં તમારા ખાતામાં PF બેલેન્સની જાણકારી SMSની મદદથી મળી રહેશે
WhatsApp Group Join Now

Leave a Comment