આ જમાનામાં માથાનો દુખાવો એ કોઇ ગંભીર સમસ્યા નથી.રોજ લોકો માથાના દુખાવાની ફરિયાદ કરતા રહે છે. કેટલીકવાર માથાનો દુખાવો સામાન્ય હોય છે, પરંતુ જો આ દુખાવો સતત વધે છે અને દરરોજ માથુ દુખે છે, તો તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત હોઈ શકે છે.
વારંવાર માથુ દુખવુ એ ચિંતા અને થાકનુ પરિણામ ન હોઇ શકે.પરંતુ આ કોઇ ગંભીર બીમારીનો સંકેત હોઇ શકે છે.તેનુ સમયસર નિદાન ન કરાવામાં આવે તો જીવલેણ સાબિત થઇ શકે છે.અમે તમને એવી જ 5 સ્થિતી વિશે જણાવીશું.જો એ લક્ષણ તમને હશે તો માથાનો દુખાવો થશે.

માઇગ્રેશન
માઇગ્રેશન એ એક પ્રકારનો માથાનો દુખાવો છે જે સામાન્ય દુખાવાથી થોડુ વધારે હોય છે.જેમાં માથાના એક ભાગમાં ભયંકર દુખાવો થાય છે.જીવ ગભરાવવો,ઉલ્ટી થવી ઓછુ દેવવું જેવી સમસ્યાઓ હોય છે.જો તમને પણ આ લક્ષણ હોય તો ડોક્ટરને બતાવો.કારણ કે આ બીમારી સમયની સાથે મોટુ રૂપ લઇ શકે છે
હાઇ બીપી
જો તમે પણ સમયની સાથે બીપી ચેક ન કરાવ્યું હોય તો કરાવી લો.વારંવાર માથુ બીપીને કારણે પણ દુખી શકે છે.આ દુખાવો માથાના પાછળના ભાગમાં થાય છે.અને લાંબા સમય સુધી રહે છે.હાઇ બીપીને કારણે હાર્ટ એટેક જેવી ગંભીર સમસ્યા થઇ શકે છે.
સંક્રમણ
ક્યારે-ક્યારે માથાનો દુખાવો એ કોઇ ઇંફેક્શનની નિશાની હોઇ શકે છે.જેમ કે સાઇનસ અથવા બ્રેન ઇંફેક્શન આવી સ્થિતીમાં માથાના આગળના ભાગમાં દુખાવો થાય છે.અને શરદી,ઉધરસ અને તાવના લક્ષણ પણ જોવા મળે છે.જો માથાના દુખાવા સાથે આ લક્ષણ જણાય તો ડોક્ટરની પાસે જાવો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
તનાવથી માથું દુખવુ
આ માથાનો દુખાવો તાણ અને માનસિક દબાણને કારણે થાય છે. જો તમે માનસિક રીતે કંટાળી ગયા છો અથવા તણાવપૂર્ણ પરિસ્થિતિમાંથી પસાર થઓ છો, તો માથાનો દુખાવો વારંવાર થઇ શકે છે. આ દુખાવો સામાન્ય અથવા મધ્યમ હોઈ શકે છે, પરંતુ જો તે ચાલુ રહે છે, તો તેને અવગણવું જોઈએ નહીં.
બ્રેન ટ્યૂમર
માથાનો દુખાવો વારંવાર થવાનું કારણ બ્રેન ટ્યુમર પણ હોઇ શકે છે.આ એક ગંભીર સ્થિતિ છે, અને જો સમયસર સારવાર ન મળે તો તે જીવલેણ હોઈ શકે છે.એવામાં જો તમને માથાના દુખાવા સાથે ઉલટી થાય તો જીવલેણ હોઈ શકે છે. આવી પરીસ્થિતીમાં ડોક્ટરને બતાવવું જોઇએ.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.