આ પાનને પાણીમાં ઉકાળીને ખાલી પેટ પીવાથી વધતું વજન ઘટશે અને યુરિક એસિડનો કરશે સફાયો…

WhatsApp Group Join Now

આજકાલ આપણી લાઇફસ્ટાઇલ એ હદે બીઝી થઈ ગઈ છે કે, આપણને આપણા ખુદ માટે પણ ટાઈમ મળતો નથી. જેના કારણે અનેક એવી બીમારી છે, જેને આપણે સામે ચાલીને આમંત્રણ આપીએ છીએ.

સમય રહેતા આપણે ધ્યાન આપતા નથી, જેને લઈને ઓછી ઉંમરમાં દવાઓ લેવી પડતી હોય છે, જેને લઈને નાની ઉંમરમાં જ યુરિક એસિડ, સાંધામાં દુખાવો, સતત વધતું વજન અને બ્લડ સુગર જેવી બીમારીનો ભોગ બનીએ છીએ, જો કે આનો ઈલાજ પણ આપણા પાસે જ રહેલો છે.

આપણા રસોડામાં મળતી આ વસ્તુને રોજ ખાલી પેટે પાણીમાં ઉકાળીને પીવા લાગો. તમારું વજન પણ ઘટશે અનેક બીમારીમાં પણ ફાયદો થશે.

આપણા રસોડામાં રહેલા આ મસાલો છે તમાલપત્ર. જેને આપણે તેજપત્તા પણ કહેવામાં આવે છે. આ તેજપત્તા આપણા શરીરમાં અનેક ફાયદા આપે છે. તેજપત્તાનું પાણી અનેક રીતે ફાયદા આપે છે.

વધતું વજન ઘટાડશે: રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ પાણીમાં એક તેજપત્તાને ઉકાળીને પીવાથી તે શરીરમાં જમા થયેલી ચરબીને ઓગાળે છે. આ સાથે જ તે મેટાબોલીઝમ બુસ્ટ કરે છે અને પાચનક્રિયા પણ સારી થાય છે.

યુરિક એસિડમાં ફાયદાકારક છે તેજપત્તા: તેજપત્તામાં વિટામિન C અને A, અને ફોલિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે, જે આરોગ્ય માટે લાભકારી હોય છે. તેજપાનમાં ઘણા ઔષધીય ગુણો સાથે ફ્લેવોનોઈડ્સ હોય છે, જે યુરિક એસિડને વધવાથી રોકે છે. સાથે જ તે યુરિન પ્રોડક્શનને વધારતા હોય છે જેથી લોહીમાં યુરિક એસિડનું સ્તર ઘટી શકે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

આ રીતે બનાવો: તેજપત્તાની ચા અથવા ઉકાળો પી શકાય છે. તેને બનાવવા માટે 10-20 તેજપત્તા લો. એક વાસણમાં ત્રણ ગ્લાસ પાણી લો અને તેમાં તેજપત્તા નાખો. વાસણને ગેસ પર રાખો અને પાણી એક ગ્લાસ રહે ત્યાં સુધી ઉકાળો. આ પાણીને થોડીક ગરમ કરો અને દિવસમાં બે વાર પીવો. તેજપત્તાની ચા પીવાથી તમારું યુરિક એસિડ કંટ્રોલમાં રહેશે.

તેજપાનના બીજા ફાયદા: આ સાથે જ તેના સેવનથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. શ્વાસ સંબંધિત સમસ્યાઓ જેમ કે ખાંસી, ફ્લૂ, બ્રોન્કાઇટિસ, અસ્થમા અને ઇન્ફ્લુએન્ઝાથી રાહત મળે છે. સાથે જ તેના સેવનથી કિડનીને લગતી સમસ્યાઓમાં પણ ફાયદો થશે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment