કાન આપણા શરીરના નાજુક અંગોમાંથી એક છે. એમ કહી શકાય કે, કાન ખુબ જ મહત્વનો શરીરનો હિસ્સો છે. જો કાનની આપણે વિશેષ કાળજી નથી રાખતા તો, તેમાં મેલ જામી જવાની અને બીજી અનેક સમસ્યાઓ થઇ શકે છે. માટે જ તેની ખાસ કાળજી કરવી જોઈએ. જો કે અહીં એ જાણવું જરીર છે કે, કાનની અંદર જે મેલ કે વેક્સ જમા થાય છે તેને સેરુમેન પણ કહેવામાં આવે છે.
તે કાનમાં જમા થઈને સુરક્ષા કવચનું કામ કરે છે, જે ધૂળ, બેક્ટેરિયા જેવી વસ્તુઓને કાનમાં પ્રવેશતા અટકાવે છે અને કાનને સુરક્ષિત રાખે છે. પરંતુ કેટલીકવાર જ્યારે આ મેલ વધુ પડતો એકઠો થાય છે ત્યારે સાંભળવાની ક્ષમતાને અસર કરી શકે છે. આવી સ્થિતિમાં સમયાંતરે કાનમાંથી મેલ સાફ કરવો મહત્વપૂર્ણ છે.

કાન એ ખૂબ જ નાજુક અંગ છે, તેથી મેલ કાઢવાનું કામ ખૂબ જ કાળજીપૂર્વક કરવું જરૂરી છે. જો તમે ખોટી રીતે કાન સાફ કરો છો તો તેનાથી કાનમાં ચેપ લાગી શકે છે. તેથી તેને યોગ્ય રીતે કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તમને જણાવી દઈએ કે કાનનો મેલ દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપાય ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. અહીં અમે તમને કાનમાંથી મેલ દૂર કરવાની કેટલીક સરળ અને સલામત ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે ઘરે બેઠા મેલ દૂર કરી શકો છો.
કાનમાંથી કેવી રીતે કાઢવો મેલ?
તેલ
કાન સાફ કરવા માટે તમે નારિયેળ તેલ, ઓલિવ ઓઈલ કે બેબી ઓઈલનો ઉપયોગ કરી શકો છો. સૌથી પહેલા 2-3 ટીપાં નારિયેળનું તેલ કે અન્ય તેલ લો અને તેને થોડું ગરમ કરી લો. હવે કોઈ કપડા કે ટિશ્યૂની મદદથી કાનમાં થોડા ટીપાં નાખો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
કાનમાં તેલ નાખ્યા બાદ થોડી વાર માથાને ઝુકેલું રાખો, જેથી તેલ સારી રીતે અંદર ચાલ્યું જાય. એક-બે મિનિટ પછી માથાને સીધું કરી લો અને હળવા હાથે કાનને સાફ કરો. આ રીતે કાનના મેલને નરમ કરે છે, જેથી તેને કાઢવામાં સરળતા રહે છે.
સ્ટ્રોંગ સોલ્યુશન
હાઇડ્રોજન પેરોક્સાઇડ અને પાણીનો ઉપયોગ પણ કાનની સફાઈ માટે કરવામાં આવે છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ અને પાણીને 1:1 રેશિયોમાં મિક્સ કરો. હવે તેને કાનમાં ડ્રોપરની મદદથી નાખો. થોડો સમય માથું ઝુકાવીને રાખો અને 5-10 મિનિટ બાદ માથું સીધું કરીને કાનને નરમ કપડા વડે સાફ કરી લો.
વોટર ફ્લશિંગ
ગરમ પાણીથી એક સિરેમિક કે પ્લાસ્ટિકની બોટલ ભરો. હવે ધીમે ધીમે તેને કાનમાં નાખો અને કાનની નીચેની તરફ ઝુકાવીને ફ્લશ કરો. આ પ્રોસેસ 2-3 વખત કરો. તે કાનની અંદર જમા થયેલ મેલને બહાર લાવવાની એક સુરક્ષિત રીત છે.
આ વાતોનું રાખો ધ્યાન
કાનની સફાઈ કરતી સમયે ક્યારેય તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરો, કારણ કે તેનાથી કાનની અંદર મેલ વધારે અંદર જઈ શકે છે અથવા કાનમાં ઈજા થઈ શકે છે.
- કાનની સફાઈ કરતી સમયે વધારે સાવધાની રાખો. જો તમને કાનમાં દુખાવો, સોજો કે ઇન્ફેક્શનના કોઈ સંકેત દેખાય તો, તાત્કાલિક ડોક્ટરને સંપર્ક કરો.
- જો તમારા કાનમાં વારંવાર મેલ જમા થાય છે, તો ડોક્ટરની સલાહ લો.
- કાનનો મેલ કાઢવો એક સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ તેને સુરક્ષિત રીતે કરવી જોઈએ.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.










