આભૂષણો મહિલાઓનાં શ્રૃંગારનો મહત્વનો હિસ્સો હોય છે જેમાં સોનું અને ચાંદી મુખ્યત્વે હોય છે. સોનું અને ચાંદી પહેરવા માટેનાં કેટલાક નિયમો હોય છે, જેનું પાલન તમે કરો છો તો શુભ માનવામાં આવે છે.
સોનાનાં આભૂષણ હંમેશા કમરથી ઉપર પહેરવામાં આવે છે, જ્યારે ચાંદીની પાયલ અને વેઢ પગમાં પહેરવામાં આવે છે. ધાર્મિક પરંપરાઓ અનુસાર પગમાં સોનાની પાયલ અને વેઢ પહેરવામાં આવતા નથી. તો જાણો આખરે કેમ આવું હોય છે?

કમરથી નીચે સોનું પહેરવું વર્જિત કેમ?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોનું ધન અને વૈભવની દેવી માતા લક્ષ્મીનું પ્રતીક છે. સોનુ ખરીદવું અને ધારણ કરવું સૌભાગ્યશાળી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે સોનું પણ શુભ દિવસે લેવું જોઈએ. સોનુ માતા લક્ષ્મી સાથે જોડાયેલ છે.
આ માટે કમરની નીચે પહેરો છો તો અશુભ ફળ મળે છે. કમરની નીચે તમે સોનું પહેરો છો તો દોષ ઉત્પન્ન થઈ શકે છે અને મા લક્ષ્મીની કૃપા બાધિત થઈ શકે છે. આ કારણે મહિલાઓએ પગમાં ચાંદીની પાયલ અને વેઢ પહેરવા જોઈએ.
પગમાં ચાંદીની પાયલ અને વેઢ કેમ પહેરવામાં આવે છે?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શરીરમાં સૂર્ય અને ચંદ્રમાની ઉર્જા વિદ્યમાન હોય છે. સોનુ ઉર્જાને સમાહિત કરે છે. આ માટે શરીરના ઉપરનાં ભાગમાં પહેરવામાં આવે છે. જ્યારે તમે મંદિર જાઓ છો તો સોનાનાં આભૂષણ ત્યાં સકારાત્મક ઉર્જાને આત્મસાત કરવામાં મદદ કરે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
જ્યારે ચાંદી શરીરની નકારાત્મક ઉર્જાને બહાર કાઢવામાં મદદ કરે છે. ચાંદીની પાયલ અને વેઢ પહેરવાથી શરીરની શુદ્ધિમાં સહાયક થાય છે. ચાંદીનાં આભૂષણ પહેરવાથી માસિક ધર્મ, મૂત્ર સંબંધી ક્રિયાઓમાં સહાયતા મળે છે.
આમ, તમે પગમાં સોનાનાં આભૂષણો પહેરો છો તો નકારાત્મક ઉર્જાનો ભોગ બની શકો છો. આમ, પરંપરા અનુસાર કમરની ઉપર સોનું અને કમરની નીચે ચાંદી પહેરો છો તો શુભ માનવામાં આવે છે.










