મચ્છરનો ત્રાસ વધી ગયો છે તો રૂમમાં આ સૂકા પાન મૂકી દો, ઘરના ખુણે-ખૂણેથી મચ્છરો ભાગી જશે, આસપાસ પણ નહીં ફરકે!

WhatsApp Group Join Now

મચ્છરનો આતંક સૌથી વધુ ઉનાળામાં જોવા મળે છે. જેમ કે ફેબ્રુઆરીનો અડધો મહિનો પસાર થઈ ગયો છે, હવે મચ્છર વધવા લાગ્યા છે. કારણ કે ધીમે ધીમે ઠંડી ઘટી રહી છે અને ગરમી વધી રહી છે.

હવે મચ્છરનું આપણી આસપાસ મચ્છરનું ગણગણવું એ સ્વાભાવિક છે. પરંતુ આ મચ્છરનો ઉપદ્રવ એટલો વધી જતો હોય છે કે, જ્યારે તે રાતની ઊંઘ બગાડે છે, ત્યારે કોઈનું પણ મગજ ખરાબ થઈ જાય છે.

જો કે લોકો મચ્છર ભગાડવા માટે બજારમાંથી પ્રોડક્ટ લઈ આવે છે, પણ તે આપણને નુકસાન કરે છે અને ખાસ કરીને જો તમારા ઘરમાં નાના બાળકો હોય તો તેમને આ કેમિકલ વાળા પ્રોડક્ટ્સ નુકસાન કરી શકે છે.

મચ્છરથી બચવા માટે મોટાભાગના લોકો કેમિકલ અગરબત્તી અથવા કોઈલનો ઉપયોગ કરે છે, આ પ્રોડક્ટ્સ બજારમાં સરળતાથી મળી જાય છે. તેથી કોઈ વિચાર્યા વિના દરેક જણ ખરીદી લે છે.

પરંતુ આ પ્રોડક્ટ્સ ખૂબ જ હાર્ડ કેમિકલથી બનેલા હોય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ શકે છે. ત્યારે અમે, તમને કુદરતી રીતે મચ્છર ભગાડવા માટેનો એક ઉપાય જણાવીએ છીએ. જે ખુબ જ ઉપયોગી છે અને અસરકારક છે. કન્ટેન્ટ ક્રિએટર શશાંક અલશીની ટ્રીક જણાવી રહ્યા છીએ.

મચ્છર ભગાડવા માટે કઈ- કઈ વસ્તુ જોશે?

  • સૂકા લીમડાના પાન
  • તેજ પતા (તમાલપત્ર)
  • કપૂર
  • એક દીવો

કેમ ઉપયોગ કરવો?

આ તમામ વસ્તુઓનો ઉપયોગ કરવામાં તમારે કોઈ વધુ મહેનત કરવાની જરૂર નથી. બસ, એક દીવો લઈને તેમાં સૂકા લીમડાના પાન, તેજ પતા અને કપૂર નાખી જલાવો. કપૂર ખૂબ જલદી આગ પકડી લે છે, તેથી આસાનીથી સળગી જશે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

હવે જેમ જ ધુમાડો થવા લાગે ત્યારે આ દીવાને ત્યાં લઈ જાઓ જ્યાં મચ્છર સૌથી વધુ દેખાય છે. આ વસ્તુઓની સુગંધ મચ્છરને બિલકુલ પસંદ નથી, તેથી તે તરત જ તમારા ઘરમાંથી બહાર નીકળી જશે.

આ રીતો પણ કામ આવશે:

  1. મચ્છરને લસણની સુગંધ પસંદ નથી, તેથી પાણીમાં લસણ મિક્સ કરીને છાંટવાથી પણ મચ્છરની સમસ્યા દૂર થાય છે.
  2. લીંબુ અને લવિંગનો ઉપાય પણ મચ્છરને ઘરમાંથી દૂર રાખવામાં મદદ કરે છે.
  3. પાણી સાથે વિનેગર મિક્સ કરીને છાંટવાથી પણ મચ્છર આસપાસ ભટકવાનું બંધ કરી દે છે.
  4. મચ્છરને ઘરમાંથી દૂર રાખવા માટે છોડનો ઉપયોગ કરી શકો છો, સિટ્રોનેલા અને તુલસી જેવા છોડોથી મચ્છર દૂર રહે છે.
WhatsApp Group Join Now

Leave a Comment