હાઈકોર્ટે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલી તારીખ જ અધિકૃત અને માન્ય ગણાશે. આ નિર્ણયથી લોકો માટે આધાર, પાન અને લાયસન્સ જેવા દસ્તાવેજોમાં જન્મ તારીખના સુધારાને લઈને નવી મુશ્કેલીઓ ઊભી થઈ શકે
જન્મ તારીખમાં સુધારા બાબતે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલી તારીખ જ અધિકૃત અને માન્ય ગણાશે. આધાર કાર્ડ, પાનકાર્ડ અથવા ડ્રાઈવિંગ લાયસન્સમાં દર્શાવાયેલી જન્મ તારીખને માન્યતા આપવામાં નહીં આવે.

જન્મની તારીખમાં ફેરફારની અરજી ફગાવી
ગુજરાત હાઈકોર્ટે જન્મના દાખલામાં તારીખ બદલવાની અરજી ફગાવી છે અને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જન્મ-મરણની નોંધણી રજીસ્ટરમાં નોંધાયેલી તારીખ જ પ્રામાણિક ગણાશે અને અન્ય દસ્તાવેજોમાં લખાયેલી તારીખ માન્ય નહીં ગણાય.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
અદાલતે સ્પષ્ટ કર્યું કે હોસ્પિટલના રેકોર્ડ મુજબ જન્મ મરણ રજીસ્ટ્રારમાં દાખલ થયેલી તારીખ સાચી માનવામાં આવશે, કારણ કે અન્ય ડોક્યુમેન્ટ્સમાં ફોર્મ ભરનાર વ્યક્તિ દ્વારા માહિતી દાખલ કરવામાં આવે છે, જે સાચી કે ખોટી હોવાની શક્યતા રહે છે.
હાઈકોર્ટના ચુકાદાની વિશેષ અસર
આ ચુકાદાથી જન્મ મરણ રજીસ્ટ્રારની સત્તાઓ પર પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. આ નિર્ણયથી લોકો માટે આધાર, પાન અને લાયસન્સ જેવા દસ્તાવેજોમાં જન્મ તારીખના સુધારાને લઈને નવી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. હવે આ તમામ ડોક્યુમેન્ટ્સમાં જન્મ તારીખ માત્ર જન્મ પ્રમાણપત્ર પ્રમાણે જ હોવી ફરજિયાત બનશે.










