મહિલાઓ માટે સારા સમાચાર છે. મહિલાઓના કેન્સરને રસી બહુ ટૂંકા ગાળામાં મળતી થઈ જશે. કેન્દ્રીય આરોગ્ય, પરિવાર કલ્યાણ અને આયુષ રાજ્યમંત્રીએ એવું કહ્યું કે આગામી 4-5 મહિનામાં દેશમાં મહિલાઓ માટેની કેન્સરની વેક્સિન ઉપલબ્ધ થઈ જશે. રસી પર સંશોધન લગભગ પૂર્ણ થઈ ગયું છે અને ટ્રાયલ ચાલી રહી છે.
30 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓની હોસ્પિટલોમાં તપાસ
“દેશમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, અને કેન્દ્ર સરકારે આ મુદ્દાને ઉકેલવા માટે પગલાં લેવાનું શરૂ કર્યું છે. 30 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓની હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવશે.

રોગના વહેલા નિદાન માટે ડેકેર કેન્સર સેન્ટરો સ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે સરકારે કેન્સરની સારવારમાં વપરાતી દવાઓ પર કસ્ટમ ડ્યુટી પણ માફ કરી દીધી છે.
9-16 વર્ષની વયની છોકરીઓ માટે વેક્સિન
મંત્રીએ કહ્યું, “મહિલાઓને અસર કરતા કેન્સર માટે રસી પર સંશોધન લગભગ પૂર્ણ થઈ ગયું છે, અને ટ્રાયલ ચાલી રહી છે. તે પાંચથી છ મહિનામાં ઉપલબ્ધ થશે, અને નવ થી 16 વર્ષની વય જૂથની છોકરીઓ રસીકરણ માટે પાત્ર બનશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
હોસ્પિટલોમાં આયુષ વિભાગો છે, અને લોકો આ સુવિધાઓનો લાભ લઈ શકે છે.તેમણે કહ્યું કે દેશમાં આવી 12,500 આરોગ્ય સુવિધાઓ છે, અને સરકાર તેમાં વધારો કરી રહી છે.










