ફેબ્રુઆરી મહિનો પૂરો થવાનો છે અને માર્ચ મહિનો શરૂ થવામાં માત્ર એક દિવસ બાકી છે. નવા મહિનાની શરૂઆતથી ઘણા નિયમો બદલાય છે. તેવી જ રીતે, 1 માર્ચ, 2025 થી ઘણા મોટા નિયમો બદલાવા જઈ રહ્યા છે. જે તમારા ખિસ્સા પર અસર કરી શકે છે. તો ચાલો જાણીએ કે કયા ફેરફારો થઈ રહ્યા છે અને તે તમારા જીવનને કેવી અસર કરશે.
ફિક્સ્ડ ડિપોઝિટ
જો તમે પણ એવા લોકોમાંથી એક છો જે પોતાની મહેનતની કમાણી સુરક્ષિત રાખવા માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં રોકાણ કરે છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

માર્ચ 2025 થી બેંક એફડીના નિયમોમાં કેટલાક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ નવા નિયમો ફક્ત તમારા રિટર્નને જ નહીં પરંતુ તમારા ટેક્સ અને ઉપાડની પદ્ધતિઓને પણ અસર કરી શકે છે. તેથી, જો તમે ભવિષ્યમાં FD કરવાનું વિચારી રહ્યા છો, તો આ ફેરફારોને સમજવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે.
એફડી પરના વ્યાજ દરમાં ફેરફાર
માર્ચ 2025 થી બેંકોએ FD પરના વ્યાજ દરોમાં કેટલાક ફેરફાર કર્યા છે. વ્યાજ દરો વધી શકે છે કે ઘટી શકે છે, હવે બેંકો તેમની તરલતા અને નાણાકીય જરૂરિયાતો અનુસાર વ્યાજ દરોમાં સુગમતા રાખી શકે છે. નાના રોકાણકારો પર અસર, ખાસ કરીને જેમણે 5 વર્ષ કે તેથી ઓછા સમય માટે FD કરી છે, નવા દરો તેમના પર અસર કરી શકે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
નાના રોકાણકારો પર અસર: જેમણે 5 વર્ષ કે તેથી ઓછા સમય માટે FD કરી છે, તેમના પર નવા દરો અસર કરી શકે છે.
LPG ભાવ
તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPGના ભાવની સમીક્ષા કરે છે. આવી સ્થિતિમાં, તમને 1 માર્ચ, 2025 ની સવારે સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે. સુધારેલા ભાવ સવારે છ વાગ્યે જાહેર થઈ શકે છે.
ATF અને CNG-PNG દરો
તમને જણાવી દઈએ કે દર મહિનાની 1લી તારીખે, તેલ કંપનીઓ ઉડ્ડયન બળતણ એટલે કે એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) અને CNG-PNG ના ભાવમાં પણ ફેરફાર કરે છે.