જો તમે પણ Google Payનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે છે. Google Payનો ઉપયોગ સામાન્ય રીતે મોબાઇલ રિચાર્જ, વીજળી અને ગેસ બિલ ભરવા જેવી સેવાઓ માટે થાય છે. પરંતુ હવે જો તમે વીજળી, ગેસ અથવા અન્ય યૂટિલિટી બિલોની ચૂકવણી Google Payથી કરો છો, તો તમારે વધારાના ફ્રી ચૂકવવી પડી શકે છે.
ઈકોનોમિક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર ગૂગલ પેએ હવે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા બિલના પેમેન્ટ પર સુવિધા ફી વસૂલવાનું શરૂ કરી દીધું છે.

પહેલા યુઝર્સ આ સર્વિસનો ફ્રીમાં ઉપયોગ કરતા હતા. આ ફ્રી ખાસ કરીને નાના વ્યવહારો પર લગાવવામાં આવ્યો છે, જેમાં ગેસ અને વીજળીના બિલનો સમાવેશ થાય છે. આ ફ્રી 0.5% થી 1% સુધીની હોઈ શકે છે, જેમાં GST પણ ઉમેરવામાં આવશે. જો કે, UPI દ્વારા કરવામાં આવેલી ચૂકવણી પર કોઈ વધારાના ફ્રી લાગશે નહીં.
કેટલી ફ્રી લાગશે?
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જો તમે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા બિલ ચૂકવો છો, તો તમારે પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે. PhonePe અને Paytm પહેલેથી જ આ પ્રકારની સેવાઓ પર ચાર્જ લગાવે છે. આ ફી 0.5% થી 1% સુધીની હોઈ શકે છે, જે ટ્રાન્ઝેક્શનની રકમના આધારે અને GST પણ લાગુ થશે.
નોંધનીય છે કે, આ ચાર્જ Rupay કાર્ડ દ્વારા કરવામાં આવતી ચુકવણી પર પણ લાગુ થશે. ચોક્કસ બિલ કેટેગરીમાં કાર્ડ પેમેન્ટની પણ મંજૂરી આપવામાં આવશે નહીં.
કેવી રીતે ઉમેરવામાં આવશે આ ફ્રી?
જ્યારે તમે Google Pay દ્વારા બિલની ચુકવણી કરો છો, ત્યારે સુવિધા શુલ્ક તમારા બિલની કુલ રકમમાં ઉમેરવામાં આવશે. પરંતુ જો તમે UPI દ્વારા ચુકવણી કરો છો, તો તમારે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. Google Pay મુજબ સુવિધા ફી ઘણા પરિબળો પર આધારિત હશે. જેમ કે, બિલની રકમ, ચુકવણી મોડ (ક્રેડિટ/ડેબિટ કાર્ડ), અન્ય વ્યવહારની શરતો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ ફી દરેક ટ્રાન્ઝેક્શન પર લાગુ થશે, પછી ભલે તમે કોઈપણ બિલ ચૂકવતા હોવ. Google Pay અનુસાર નવી ફ્રીની વિગતો પેમેન્ટ કરતા સમયે સ્ક્રીન પર બતાવવામાં આવશે. તમે તમારી Google Pay ઍપમાં ટ્રાન્ઝેક્શન હિસ્ટીમાં જઈને સુવિધા શુલ્ક જોઈ શકો છો. આ ફી તમારા બિલની ચુકવણી સાથે જોડવામાં આવશે.
ટ્રાન્ઝેક્શન ફેલ થવા પર શું થશે?
જો કોઈપણ કારણોસર તમારા બિલની ચુકવણી ફેલ થઈ જાય છે, તો સુવિધા ફી પણ તમારા ચુકવણી ખાતામાં પરત કરવામાં આવશે. આ પ્રોસેસ થોડા દિવસોમાં પૂર્ણ થઈ શકે છે. જો તમે કોઈ મિત્ર અથવા પરિવારના સભ્ય માટે બિલ ચૂકવી કરી રહ્યાં છો, તો પણ આ સુવિધા શુલ્ક લાગશે. આ ફી દરેક ટ્રાન્ઝેક્શન પર અલગ-અલગ લાગુ થશે, પછી ભલે તમે તમારું બિલ ચૂકવતા હોવ કે કોઈ અન્યનું.