ફ્લાઇટ હોય કે ટ્રેન હોય બંનેમાં પ્રવાસ કરવા માટે અમુક નિયમો જરૂરી છે. આ નિયમો વિષે જાણ હોવી જરૂરી છે. જો તમે પોતાની પરિવાર સાથે પ્રવાસમાં જઈ રહ્યા છો અને સાથે બાળકો પણ છે. તો તો તમને આ ખાસ નિયમની ખબર હોવી ખૂબ જ જરૂરી છે. નહિતર તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો અને તમારું નુકસાન પણ થઈ શકે છે.
આ નિયમ બાળકોની ટિકિટને લઈને છે. કેટલા વર્ષ સુધી બાળકોને ફ્લાઇટમાં ટિકિટ નથી લેવી પડતી અને કેટલી ઉંમરના બાળકોની ટિકિટ લેવાની જરૂર પડે છે. તો ચાલો ફ્લાઇટમાં બાળકની ટિકિટને લઈને નિયમ વિશે જાણીએ.

આટલા વર્ષ સુધી બાળકોનો લાગે છે ઓછો ચાર્જ
ફ્લાઇટમાં પ્રવાસ કરવા માટે પણ રેલવેની જેમ જ નિયમ હોય છે. આમાં કે નિયમ ટિકિટને લઈને પણ છે. હકીકતમાં જો તમે કોઈ એરલાઇનમાં પ્રવાસ કરો છો અને તમારી સાથે 2 વર્ષ સુધીનું બાળક છે. તો અલગથી સીટ લેવાની જરૂરી નથી. પરંતુ અમુક એરલાઇનમાં નાના બાળકો માટે શિશુ ટિકિટનો ચાર્જ લે છે. આ માટે તે એક બેસિનેટ પૂરી પાડે છે.
2 વર્ષથી 12 વર્ષના બાળકો માટે લેવી પડે છે અલગથી સીટ
ફ્લાઇટમાં પ્રવાસ દરમિયાન તમારી સાથે 2 વર્ષથી લઈને 12 વર્ષ સુધી કોઈ બાળક છે. તો આની માટે તમારે અલગથી સીટ લેવાની જરૂર પડે છે. એવામાં તમારે ટિકિટ લેવાની જરૂર પડે છે. જોકે સમયની વયસ્ક ટિકિટની કિંમતની સરખામણીમાં 2 થી 12 વર્ષ સુધીના બાળકોની ટિકિટની કિંમત થોડી ઓછી હોય છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ ઉંમર બાદ લાગે છે ફૂલ ટિકિટ
2 વર્ષ સુધીના બાળકો માટે, અમુક એરલાઇન્સ શિશુ ચાર્જ વસૂલ કરી શકે છે. જ્યારે તમને 2 થી 12 વર્ષની વયના બાળકો માટે ફૂલ સીટ મળે છે. પરંતુ તેના માટે ચૂકવવાની કિંમત ઓછી છે. પરંતુ 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોએ આખી ટિકિટ ખરીદવી પડશે.