ડ્રાયફ્રૂટ્સ અસલી અને નકલી તેને કઈ રીતે ઓળખશો? ખરીદતી વખતે અજમાવો આ ટ્રિકસ, તમે ક્યારેય છેતરાશો નહીં…

WhatsApp Group Join Now

આજના સમયમાં નફો કમાવવા માંગતા લોકો બધી જ વસ્તુઓમાં મિલાવટ કરવા લાગ્યા છે. પછી તે મસાલા હોય કે કાજુ-બદામ જેવા મોંઘા ડ્રાયફ્રૂટ્સ. આ બધી વસ્તુઓમાં કલર અને અને અન્ય સસ્તી હાનિકારક વસ્તુઓ મિક્સ કરીને વેચવામાં આવે છે.

હોળી અને દિવાળી જેવા તહેવારો દરમિયાન માર્કેટમાં ડ્રાયફ્રૂટ્સની ડિમાન્ડ ખૂબ વધી જાય છે. ત્યારે જો તમે ડ્રાયફ્રૂટ્સ ખરીદી રહ્યા છો, તમને અસલી અને નાકલીની ઓળખ કરતા આવડતું હોવું જોઈએ.

આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે અસલી અને નકલી ડ્રાયફ્રૂટ્સની ઓળખ કરી શકશો. જેની માટે તમારે આ સિમ્પલ ટિપ્સ ફોલો કરવાની રહેશે.

અસલી અને નકલી ડ્રાયફ્રૂટ્સની આ રીતે કરો ઓળખ

બદામ ખરીદતી વખતે અપનાવો આ ટિપ્સ

બદામમાં કલરની મિલાવટ કરવામાં આવી રહી છે. બદામને સારી ક્વોલિટીની દેખાડવા માટે કેસરી રંગ નાંખીને તેને ચમકદાર બનાવવામાં આવે છે. જેથી બદામ ખરીદતી વખતે તેને હાથ પર ઘસીને ચેક કરો. બદામ વધુ મોટી કે વધુ પડતી નાની ન હોવી જોઈએ. મીડીયમ સાઈઝની બદામ જ ખરીદો.

કાજુ ખરીદતી વખતે અપનાવો આ ટિપ્સ

માર્કેટમાં નકલી કાજુ મોટા પ્રમાણમાં વેચાઈ રહ્યા છે. તમે અસલી કાજુને રંગ અને સ્મેલથી ઓળખી શકો છો. સફેદ અને બ્રાઉન રંગ જેવા કાજૂ અસલી હોય છે. જો કાજુમાં કોઈ તેલની સ્મેલ આવે અથવા રંગ પીળો દેખાય તો તે મિલાવટી અને જૂના હોઈ શકે છે.

અખરોટ ખરીદતી વખતે અપનાવો આ ટિપ્સ

નકલી અખરોટનો રંગ ખૂબ જ ડાર્ક હોય છે. ઘણી વખતે અખરોટમાંથી દુર્ગંધ આવતી હોય છે, જે અખરોટ ખરાબ હોવાની નિશાની છે. જેથી અખરોટ હંમેશા શેલવાળા જ ખરીદો, જેમાં મિલાવટ નથી હોતી.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
કિશમિશ ખરીદતી વખતે અપનાવો આ ટિપ્સ

માર્કેટમાં અન્ય ડ્રાયફ્રૂટ્સની જેમ નકલી કિશમિશ પણ મળી રહી છે. આ કિશમિશને મીઠી કરવા માટે તેમાં ખાંડ મિક્સ કરવામાં આવે છે. ત્યારે ભેજવાળી કિશમિશ ખરીદવાનું ટાળવું જોઈએ, આ નકલી કિશમિશ હોઈ શકે છે.તેમજ કિશમિશને હાથમાં રગડવાથી કોઈ કલર દેખાય તો આવી કિશમિશ ન ખરીદો.

રંગ અને સ્વાદથી પારખો

અસલી અને નકલી ડ્રાયફ્રૂટ્સને રંગ અને સ્વાદથી પણ ખરાઈ કરી શકો છો. તેની સુગંધમાં ઘણો ફર્ક હોય છે. તેમજ નકલી ડ્રાયફ્રૂટ્સ થોડા ડાર્ક હોય છે. નકલી ડ્રાયફ્રૂટ્સ ખાવા પર થોડી કડવાશ કે વધુ પડતી મીઠાશ લાગી શકે છે.

WhatsApp Group Join Now

Leave a Comment