જ્યારે પણ તમે માર્કેટ, મોલ જાઓ છો, ત્યારે તમે કોઈને કોઈ ટીશર્ટ, પેન્ટ અથવા જરૂરિયાત મુજબના કપડાં ખરીદી જ લો છો. ભલે સસ્તા હોય કે મોંઘા કપડાં, તેમને ખાસ કાળજીની જરૂર હોય છે, નહીં તો તે ડલ થવા લાગે છે. તેમનો રંગ ઉતરી જાય છે. નવા કપડાં જૂના દેખાવા લાગે છે.
હકીકતમાં, તમે જે કપડાં પહેરો છો, તે બધા અલગ-અલગ ફેબ્રિકના હોય છે અને દરેક ફેબ્રિકની કાળજી અને સાફ કરવાની રીત થોડી અલગ હોય છે.ઘણીવાર લોકો દરેક પ્રકારના ફેબ્રિકના કપડાંને એક સાથે જ ધોઈ નાખે છે.

ઘણીવાર જે કપડાંને ધોઈને પછી પ્રેસ ન કરવી જોઈએ, તેમને તમે પ્રેસ કરી નાખો છો. જેમને હાથથી ધોવું જોઈએ, તેમને વોશિંગ મશીનમાં નાખી દો છો. આ બધાં કારણોસર નવા કપડાં જલદી જ જૂના અને ફેડેડ દેખાવા લાગે છે. ફેબ્રિક પણ ખરાબ થઈ જાય છે.
ઘણા લોકોને કપડાં ધોવાનો સાચો રસ્તો ખબર નથી હોતો. આવા સમયે તેઓ દરરોજ ખોટી રીતે કપડાં ધોવે છે, તેમને પ્રેસ કરે છે. શું તમે જાણો છો કે કયા કપડાં કઈ રીતે ધોવા જોઈએ? તેની ખબર તમે તમારા કપડાં પર લાગેલા ટેગ પરથી મેળવી શકો છો.
તમે ધ્યાન આપ્યું હશે કે કપડાંના કોલર પર એક પટ્ટી જેવી લાગેલી હોય છે, જેમાં કેટલાક નાના-નાના ચિત્રો હોય છે. આ બધા ચિહ્નો બતાવે છે કે તમને કપડાં કેવી રીતે સાફ કરવા છે. ચાલો જાણીએ આ ટેગ પર આપેલા ચિહ્નો વિશે…
કપડાં પર આપેલા ચિહ્નોનો અર્થ જાણો છો? તમે જ્યારે પણ કોઈ નવું કપડું ખરીદો છો, ત્યારે તમે ધ્યાન આપ્યું હશે કે કોલર પાસે અથવા નીચેની બાજુમાં એક કપડાંનો ટેગ લાગેલો હોય છે, જેમાં કેટલાક ચિહ્નો અથવા નિશાન હોય છે. લોકો આને ધ્યાનથી જોતા નથી અને કપડાંને ખોટી રીતે સાફ કરે છે, તેથી નવા કપડાં ધોયા પછી જલદી જ ખરાબ થઈ જાય છે.
ડ્રેસ ટેગના આ નિશાનોનો અર્થ
– ડ્રેસ ટેગ પર જો ગોળ એટલે કે સર્કલ ચિહ્ન હોય તો તેનો અર્થ છે કે તમારે તેને ડ્રાય ક્લીન કરાવવાની જરૂર છે અને સર્કલમાં જો ક્રોસનું ચિહ્ન હોય તો તમારે કપડાંને ડ્રાય ક્લીન કરાવવાની જરૂર નથી.
– ટેગમાં જો બાલ્ટીમાં હાથ નાખવાનો ચિહ્ન હોય તો તેનો અર્થ છે કે તમે તેને હાથથી સાફ કરી શકો છો અને માત્ર બાલ્ટીનો ચિહ્ન હોય તો તમે તેને વોશિંગ મશીનમાં ધોઈ શકો છો. ડેલિકેટ કપડાંને હંમેશા હાથથી જ ધોવું જોઈએ જેમ કે કાશ્મીરી ફેબ્રિક, સિલ્ક નહીં તો તે ખરાબ થઈ શકે છે. જો ટેગ પર ટ્વિસ્ટેડ ચિહ્ન હોય તો તમે કપડાંને નિચોવી શકો છો, પરંતુ આ ચિહ્ન પર ક્રોસ હોય તો કપડાંને ન નિચોડો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
– જો ટેગ પર આયર્નના ચિહ્નમાં ત્રણ ડોટ હોય તો પ્રેસને હળવા ગરમ કરીને જ કપડાંને આયર્ન કરો અને પ્રેસ પર માત્ર એક ડોટ હોય તો તમે તેને વધુ ગરમ કરીને પણ પ્રેસ કરી શકો છો. જો આયર્ન પર કોઈ પણ ડોટ ન હોય તો તેનો અર્થ છે કે તમે તેને કોઈ પણ તાપમાને પ્રેસ કરી શકો છો. એક ડોટનો અર્થ સિલ્ક, ઉની કપડાં, બે ડોટ્સ સિન્થેટિક અને ત્રણ ડોટ્સ લિનેન અને કોટનના કપડાં પ્રેસ કરવા માટે હોય છે.
– જો ટેગ પર સર્કલને સ્ક્વેર બોક્સની અંદર બતાવ્યું હોય તો તેને માત્ર વોશિંગ મશીનમાં જ સાફ કરીને સુકાવો અને જો આ જ ચિહ્નમાં ક્રોસનું નિશાન હોય તો તમે તમારા કપડાંને ધુપમાં પણ સુકાવી શકો છો.
– જો ટબ ચિહ્ન ટેગ પર હોય તો તમે સિન્થેટિક કપડાંને વોશિંગ મશીનમાં ધોઈ શકો છો. જો ટબ પર 30 નંબર લખેલું હોય તો તેનો અર્થ છે કે તમે કપડાંને આ તાપમાનથી વધુ પર વોશ ન કરો.