Full form of BUS: દરરોજ, લાખો લોકો બસ પર આધાર રાખે છે, ક્યારેક શાળા, કોલેજ, ઓફિસ જવાનું હોય કે લાંબા પ્રવાસ પર જવાનું હોય. બસ એ એક પ્રચલિત વાહન છે, જે દરેક વ્યક્તિના રોજિંદા જીવનનો ભાગ બની ચૂક્યું છે. પરંતુ શું તમે જાણો છો કે ‘બસ’ નું પૂર્ણ નામ શું છે?

મોટાભાગના લોકો જાણતા નથી કે બસ એ એક ટૂંકું સ્વરૂપ છે. બસના ઉપયોગનો આરંભ 1820ની આસપાસ યુરોપમાં થયો હતો, જયારે ઘોડાઓથી ખેંચાતા કૂંપલાનો ઉપયોગ થતો હતો.
1882ના આસપાસ મોટરાઇઝ્ડ બસોનો પ્રચલન શરૂ થયું અને પછીથી તે વધુ આધુનિક બની. ભારતમાં, પહેલી બસ સેવા 1926માં મુંબઈમાં શરૂ થઈ. પરંતુ તમે જાણીને આશ્ચર્યચકિત થઇ જશો કે “બસ” એ એ એક ટૂંકું સ્વરૂપ છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
“બસ” નો પૂર્ણ સ્વરૂપ છે “ઓમ્નિબસ,” જે લેટિન ભાષામાંથી આવ્યો છે. આ શબ્દનો અર્થ છે “દરેક માટે” અને તેને ફ્રેન્ચમાં “વોઇચર ઓમ્નિબસ” કહેવામાં આવતું હતું, જેનો અર્થ છે “દરેક માટે એક વાહન.” આ શબ્દ પછી ટૂંકા સ્વરૂપમાં “બસ” તરીકે પ્રચલિત થયો અને આજે એ સૌથી વધુ વપરાતું શબ્દ બની ગયું છે.










