કાનુની સવાલ: ભરણપોષણની રકમ નક્કી કરતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાનમાં રાખવામાં આવે છે? જાણો સંપુર્ણ માહિતી..

WhatsApp Group Join Now

પત્નીનો ભરણપોષણનો અધિકાર તેના પતિ સાથેના વૈવાહિક સંબંધ પર આધારિત છે, અન્ય કોઈ આધાર પર નહીં. ભરણપોષણની રકમ નક્કી કરતી વખતે નીચેની બાબતનું ધ્યાનમાં રાખવામાં આવે છે.

ભારતીય કાયદા હેઠળ, પત્ની નીચેના કારણોસર તેના પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી શકે છે. જેમાં પહેલું તો જો પત્ની પોતાની જરૂરિયાતો પૂરી કરવામાં અસમર્થ હોય, તો તે ભરણપોષણ મેળવવા માટે હકદાર છે.

જો પતિ તેની પત્નીને ભરણપોષણ આપવાની ના પાડે અથવા તેની અવગણના કરે, તો પત્ની ભરણપોષણની માંગ કરી શકે છે. જો પત્ની પાસે પતિ સાથે ન રહેવા માટે માન્ય અને પૂરતા કારણો હોય, જેમ કે પતિ તરફથી ક્રૂર વર્તન, તો પણ તે ભરણપોષણ મેળવવા માટે હકદાર છે.

ભરણપોષણની રકમ નક્કી કરતી વખતે કઈ બાબતનું ધ્યાનમાં રાખવામાં આવે છે, તો ભરણપોષણની રકમ નક્કી કરતી વખતે પતિની આવક, મિલકત અને નાણાકીય સ્થિતિ ધ્યાનમાં લેવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ નિર્ણયો વિશે વાત કરીએ તો પતિની મિલકત પર પત્નીનો ભરણપોષણનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે, પત્ની અને બાળકોનો ભરણપોષણનો અધિકાર પતિની મિલકતથી ઉપર છે કારણ કે આ અધિકાર સમાન છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

સુપ્રીમ કોર્ટે એવો પણ ચુકાદો આપ્યો છે કે, જો પત્ની યોગ્ય કારણોસર તેના પતિ સાથે રહેવાની ના પાડે છે, તો પણ તે ભરણપોષણ મેળવવા માટે હકદાર છે.

આ જોગવાઈઓ અને ન્યાયિક નિર્ણયો દ્વારા, ભારતીય કાયદો પત્નીના ભરણપોષણના અધિકારને સુનિશ્ચિત કરે છે, સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે, પત્નીનો ભરણપોષણનો અધિકાર એ પતિની નૈતિક અને કાનૂની ફરજ છે,

WhatsApp Group Join Now

Leave a Comment