High Blood Sugar ની સમસ્યા અનેક બીમારીઓ નોતરી શકે છે. આવામાં તેને કાબૂમં રાખવું ખુબ જરૂરી છે. શરીરમાં લાંબા સમય સુધી હાઈ બ્લડ પ્રેશર હોવાના કારણે શરીરના કેટલાક ભાગોમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે.
ડાયાબિટીક ન્યૂરોપેથી
ડાયાબિટીસના કારણે પગોમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. લાંબા સમય સુધી ડાયાબિટીસની સ્થિતિમાં રહેવાથી માંસપેશીઓની આસપાસની નસોને નુકસાન પહોંચી શકે છે.

આ સ્થિતિને ડાયાબિટીક ન્યૂરોપેથી કહેવામાં આવે છે. ડાયાબિટીક ન્યૂરોપેથીના કારણે પેગમાં દુખાવાની સમસ્યા રહી શકે છે જેના કારણે ચાલવામાં અને એક્ટિવ રહેવામાં પરેશાની થઈ શકે છે.
સમસ્યા ગંભીર હોઈ શકે છે
ડાયાબિટીક ન્યૂરોથેરેપી ઘા અને સંક્રમણ જેવી વધુ ગંભીર સમસ્યાઓને પણ જન્મ આપી શકે છે. જ્યારે સંક્રમણ વધુ ગંભીર થઈ જાય તો પગના ટિશ્યૂ મરવા લાગે છે. આવામાં આ સ્થિતિમાં દર્દીનો પગ કે નીચલા પગને કાપવાની જરૂર પડી શકે છે.
આવા લક્ષણ જોવા મળે
ડાયાબિટીક ન્યૂરોથેરેપીના શરૂઆતી લક્ષણોમાં પગમાં બળતરા, દુખાવો, કળતર, ગોળી વાગવી કે વીજળીના ઝટકા જેવું લાગવું, પગમાં દુખાવો, ઝણઝણાહટ અને પગમાં ખૂંચવું જેવી સંવેદનાઓ, હળવા સ્પર્શ જેમ કે મોજા કે જૂતા પહેરવાથી પણ દુખાવો થયો હોય તેવું થઈ શકે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ડાયાબિટીસના કારણે પગમાં દુખાવો થવો એ ખુબ સામાન્ય છે. પરંતુ જો આ દુખાવો વધી જાય તો સ્થિતિ ગંભીર થઈ શકે છે. આવામાં તરત ડોક્ટરને દેખાડો.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.