આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે. એક ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ. ગુડ કોલેસ્ટ્રોલને હાઇ-ડેન્સિટી લિપોપ્રોટીન (HDL) તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ધમનીઓમાંથી લીવર સુધી બેડ કોલેસ્ટ્રોલ પહોંચાડવામાં મદદ કરે છે. જ્યાં બેડ કોલેસ્ટ્રોલ તૂટી જાય છે અને શરીરમાંથી દૂર થાય છે.
બીજી તરફ બેડ કોલેસ્ટ્રોલને લો-ડેન્સિટી લિપોપ્રોટીન (LDL) તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ધમનીઓમાં જમા થાય છે જેનાથી હૃદયરોગ અને અન્ય રોગોનું જોખમ વધે છે.

HDL અને LDL વચ્ચે બેલેન્સ જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જ્યારે LDL લેવલ વધવા લાગે છે ત્યારે તે તમારા સ્વાસ્થ્યને ખૂબ અસર કરે છે. તેને હાઈ કોલેસ્ટ્રોલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
જ્યારે તમારા કોલેસ્ટ્રોલનું લેવલ ઊંચું હોય ત્યારે તે હાર્ટ અટેક, સ્ટ્રોક, હાર્ટ ફેઈલ અને લીવર સિરોસિસ સહિત અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. આ સમસ્યાઓથી બચવા અને જરૂરી પગલાં લેવાનો એક રસ્તો એ છે કે હાઈ કોલેસ્ટ્રોલના લક્ષણોને ઓળખવા.
ઝેન્થોમાસ
ઝેન્થોમાસ એ પીળા રંગની, ચરબીયુક્ત ગઠ્ઠા છે જે ત્વચા પર દેખાઈ શકે છે. સામાન્ય રીતે ઘૂંટણ, કોણી અથવા તો તમારા પગ પર પણ. જ્યારે લોહીના પ્રવાહમાં વધુ પડતું કોલેસ્ટ્રોલ હોય છે ત્યારે તે બનવા લાગે છે, જે ત્વચામાં કોલેસ્ટ્રોલનું નિર્માણ કરે છે. આ ગાંઠો ઘણીવાર હાઈ કોલેસ્ટ્રોલનો સ્પષ્ટ સંકેત હોય છે.
પગમાં દુખાવો
હાઈ કોલેસ્ટ્રોલ ધમનીઓને સંકીર્ણ થવાથી બની શકે જેને એથરોસ્ક્લેરોસિસ કહેવાય છે. જેમ જેમ ધમનીઓ ચરબીથી ભરાય છે તેનાથી પગમાં રક્ત પરિભ્રમણ ઓછું થાય છે. જેના કારણે પગમાં દુખાવો, ખેંચાણ અથવા ભારેપણું જેવા લક્ષણો દેખાય છે.
ખાસ કરીને ચાલ્યા બાદ કે કસરત કર્યા પછી આ લક્ષણ દેખાય છે. તેને ક્લોડિકેશન તરીકે ઓળખવામાં આવે છે અને તે હાઈ કોલેસ્ટ્રોલ સાથે સંકળાયેલ રક્તવાહિની સમસ્યાઓનો ચેતવણી સંકેત હોય છે.
ઠંડા અથવા સુન્ન પગ
જ્યારે કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે તે રક્તવાહિનીઓને સાંકડી કરે છે. તેથી તે રક્ત પ્રવાહને અસર કરી શકે છે. જેના કારણે રક્ત પરિભ્રમણ બગડે છે. તેનાથી તમારા પગ ઠંડા અથવા સુન્ન થઈ શકે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ખાસ કરીને ઠંડા વાતાવરણમાં અથવા લાંબા સમય સુધી બેઠા બાદ. આ એક સંકેત હોય છે કે હાથ અને પગ સુધી લોહી પહોંચી રહ્યું નથી અને કોલેસ્ટ્રોલ આ અવરોધનું કારણ હોઈ શકે છે.
પગ પર ચમકતી ત્વચા
જો તમારું કોલેસ્ટ્રોલનું લેવલ ઊંચું હોય અને રક્ત પરિભ્રમણ ખરાબ હોય તો એનાથી તમારા પગની ત્વચા, ખાસ કરીને પેડીઓની આસપાસ ચમકદાર દેખાઈ શકે છે. આ ચમકતી ત્વચા ઘણીવાર સાંકડી ધમનીઓને કારણે પેશીઓમાં ઓક્સિજન આપૂર્તિનું કારણ હોય છે.
વેરિકોઝ વેન્સ
હાઈ કોલેસ્ટ્રોલ વેરિકો વેન્સનું કારણ બની શકે છે. આ સોજો અને વળી ગયેલી નસો ત્વચાની નીચે ખાસ કરીને પગ પર વધુ દેખાય છે. જ્યારે વેરિકોઝ નસો સામાન્ય રીતે નબળા વાલ્વ અથવા નસોમાં દબાણ સાથે સંકળાયેલા હોય છે ત્યારે હાઈ કોલેસ્ટ્રોલ આ સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.