ગુજરાતમાં તલાટી કમ મંત્રીની ભરતી, લાયકાત શું છે? જાણો અરજી ક્યા અને કેવી રીતે કરવી?

WhatsApp Group Join Now

ગુજરાત પંચાયત ભરતી : કોલેજ પાસ કરેલા દિવ્યાંગ ઉમેદવારો નોકરીની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હાથધરી છે.

જે અંતર્ગત તલાટી કમ મંત્રીની 238 જગ્યાઓ પર ભરવાની છે. આ જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત પંચાયત ભરતી અંતર્ગત તલાટી કમ મંત્રી ભરતીની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી કરવાની રીત, મહત્વની માહિતી, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારો આ સમાચાર છેલ્લે સુધી વાંચો.

તલાટી કમ મંત્રી ભરતીની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)
પોસ્ટતલાટી કમ મંત્રી
જગ્યા238
ભરતીદિવ્યાંગ ભરતી ઝુંબેશ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની શરુઆતની તારીખ15-4-2025
અરજી કરવાની છેલ્લી તારીખ15-5-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

ગુજરાત પંચાયત ભરતી પોસ્ટની વિગતો

જિલ્લોજગ્યા
અમદાવાદ9
અમરેલી8
આણંદ8
અરવલ્લી5
બનાસકાંઠા21
ભરૂચ6
બનાસકાંઠા21
ભરૂચ6
ભાવનગર10
બોટાદ3
છોટાઉદેપુર10
દાહોદ4
દેવભૂમિ દ્વારકા6
ડાંગ1
ગાંધીનગર6
ગીર સોમનાથ5
જામનગર8
જુનાગઢ7
કચ્છ14
ખેડા6
મહીસાગર7
મહેસાણા4
મોરબી9
નર્મદા3
નવસારી3
પંચમહાલ7
પાટણ11
પોરબંદર3
રાજકોટ10
સાબરકાંઠા11
સુરત11
સુરેન્દ્રનગર10
તાપી4
વડોદરા12
વલસાડ3
કુલ238

તલાટી કમ મંત્રી ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય કોઈપણ સંસ્થામાંથી કોઈપણ વિષય સાથે સ્નાતકની ડીગ્રી પાસ કરેલી હોવી જોઈએ.
  • કમ્પ્યુટર ઓપરેટરનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ
  • ગુજરાત અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.

વયમર્યાદા

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદા અંગે વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. જોકે, દિવ્યાંગ ઉમદેવારો માટે સરકારના ધારાધોરણ અને દિવ્યાંગતાના પ્રકાર પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. વધારે માહિતી માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

મહત્વની તારીખો

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી માટે અરજી પ્રક્રિયા 15 એપ્રિલ 2025થી શરૂ થશે જે 15 મે 2025 સુધી ચાલશે. આ સમય દરમિયાન ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારો https://gpssb.gujarat.gov.in/advertisement-list.htm ઉપર અરજી કરી શકશે.

અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ ઉપર જવું
  • અહીં કરન્ટ એડવર્ટાઈજમેન્ટ પર ક્લિક કરવું
  • અહીં વિવિધ ભરતીની વિગતો દેખાશે
  • જેતે પોસ્ટ માટે અરજી કરવાની હોય ત્યાં સામે આપેલા એપ્લાય નાઉ પર ક્લિક કરવું
  • અહીં માંગેલી માહિતી ભરીને ઓનલાઈન અરજી કરી શકાય.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

ઉમેદવારો માટે ખાસ નોંધ

  • આ જગ્યાઓની સંખ્યામાં સરકારની સુચનાને આધિન મંડળ જૂરી જણાય વધ-ઘટ કે ફેરફાર કરી શકશે.
  • ભરતી પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાતમાં કોઈપણ કારણોસર તેમાં ફેરફાર કે રદ કરવાની આવશ્યક્તા ઊભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક્ક અધિકાર રહેશે. અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલા રહેશે નહીં.
  • ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લા દિવસો સુધી રાહ નહીં જોતા, વહેલી તકે ઓનલાઈન અરજી પત્રકમાં નિયત વિગતો પુરતી ચકાસણી સાથે ભરીને ઓનલાઈન અરજી કન્ફર્મ કરી, કન્ફર્મેશન નંબર મેળવી લેવા સૂચન છે.
WhatsApp Group Join Now

Leave a Comment