વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલની મોટી આગાહી, ગુજરાતમાં 3થી 8 ઈંચ સુધીના વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં?

WhatsApp Group Join Now

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ભરઉનાળે કાળઝાળ ગરમી બાદ હવામાન પલ્ટો થયો છે અને અમુક ભાગોમાં છુટાછવાયો વરસાદ છે ત્યારે આજથી વરસાદનો વ્યાપ વધશે અને તા.૧૧ સુધીના આગાહીના સમયગાળામાં એકથી આઠ ઈંચ સુધીનો વરસાદ થઈ શકવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

તેઓએ આજે જણાવ્યુ હતું કે મધ્ય પાકિસ્તાન, તેની નજીક પંજાબ તથા ઉતર પશ્ચિમ રાજસ્થાન પર ૩.૧ કી.મી.થી ૯.૪ કી.મી.ની ઉંચાઈએ અપર એર સાયકલોનિક સરકયુલેશન સકીય છે અને દક્ષિણ તરફ ઝુકાવ છે.

આ અપર એર સાયકલોનિક સરકયુલેશન હવે રાજસ્થાન પહોંચશે અને દક્ષિણ તરફ સરકશે. તેના પ્રભાવ હેઠળનો એક ટ્રફ અરબી સમુદ્ર સુધી લંબાવાની સંભાવના છે.

ઉતરપૂર્વીય અરબી સમુદ્રના ઉતરપુર્વ ભાવ તથા નજીકના ગુજરાતના કાંઠે ૦.૯ કી.મી.ની ઉંચાઈએ અપર એર સાયકલોનિક સક્રીય છે. આ સમયગાળામાં ૯૨૫ એચપીએથી ૩૦૦ એચપીએ સુધીના સ્તરોમાં ઉંચા ભેજવાળુ વાતાવરણ રહેશે જે ઠંડર સ્ટોર્મ સર્જી શકે છે.

તા.૬થી૧૧ મે સુધીની આગાહીમાં તેઓએ જણાવ્યું છે કે તા. ૬થી ૯ મે માં વરસાદનો વ્યાપ વધશે જે દરમ્યાન કેટલાંક વિસ્તારોમાં ગાજવીજ તીવ્ર પવન તથા કયારેક કરા વરસવાની પણ સંભાવના રહેશે. તા.૧૦-૧૧મીએ અમુક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થઈ શકે છે.

આગાહીના કુલ સમયગાળામાં જુદા- જુદા વિસ્તારોમાં વરસાદની માત્રામાં મોટુ અંતર જોવા મળી શકે છે અને કુલ ૧થી૮ ઈંચ સુધી વરસાદની શક્યતા છે. છે. મુખ્યત્વે ૬થી૯ મે દરમ્યાન જ વધુ વરસાદ થઈ શકે છે.

આગાહીના સમયગાળામાં આજે છુટાછવાયા વાદળોની શક્યતા છે. તા. ૬થી૯ દરમ્યાન વધુ વાદળો છવાવા સાથે વાતાવરણમાં અસ્થિરતા વધશે. તા.૧૦-૧૧મી એ છુટાછવાયા વાદળો જોવા મળી શકે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

તાપમાનમાં પણ આ દરમ્યાન મોટો ફેરફાર શક્ય છે. આજે તાપમાન નોર્મલ કરતા નીચુ રહેશે જયારે તા. ૬થી૯ દરમ્યાન તે નોર્મલ કરતા ૩થી૧૦ ડીગ્રી સુધી નીચુ આવી જશે. તા.૧૦-૧૧મીએ નોર્મલ કરતા ૩થી૬ ડીગ્રી નીચુ રહેવાની શક્યતા છે.

પવનની ગતિ મુખ્યત્વે પશ્ચીમ અને દક્ષિણ પશ્ચિમની રહેશે જયારે ક્યારેક દક્ષિણના પવન ફૂંકાશે. તા.કચીમાં અસ્થિર વાતાવરણને કારણે પવન પણ પલ્ટાઈ શકે. પવનની ઝડપ સામાન્ય રીતે ૧૫થી૨૫ કીમીની રહેશે.

ઝાટકાના પવનની ગતિ રપથી૩૫ કીમીની રહેશે. જયારે વાતાવરણમાં અસ્થિરતા વખતે તો ગતિ ૪૦થી ૬૦ કીમીની પણ થઈ શકે છે.

WhatsApp Group Join Now

Leave a Comment