× Special Offer View Offer

ગુજરાતમાં સ્ક્રેપ થતાં 8 વર્ષથી જૂના વાહનો માટે સરકારની ખાસ યોજના અમલી બની, જાણો આ યોજનાની ખાસિયાતો…

WhatsApp Group Join Now

રાજ્ય સરકાર દ્વારા સરકાર માન્ય Registered Vehicle Scrapping Facility -RVSF સેન્ટરમાં સ્ક્રેપ થતાં વાહનો માટે ‘વન ટાઈમ વેવર’- લેણું માફી યોજના અમલી કરવામાં આવી છે.

આ યોજના અંતર્ગત તા. ૦૧ મે, ૨૦૨૫થી તા. ૩૦ એપ્રિલ, ૨૦૨૬ સુધી ૮ વર્ષથી જૂના વાહનો જેવા કે માલવાહક, બસ, મેક્ષી કેબ, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ વિગેરે સરકાર માન્ય RVSF સેન્ટરમાં સ્ક્રેપ કર્યેથી આ વાહનોનો ભરપાઈ કરવાનો બાકી ટેક્ષ, પેનલ્ટી, વ્યાજ તથા ચલણની તમામ રકમનું લેણું માફ કરવામાં આવનાર છે.

પ્રદૂષણના કારણે પર્યાવરણને થતી હાનિ અટકાવા નિર્ણય લેવાયો

આ યોજનાનો મુખ્ય હેતુ વાહન પ્રદૂષણના કારણે પર્યાવરણને થતી હાનિ અટકાવી, લોકોને વધુ ઇંધણ કાર્યક્ષમ અને પર્યાવરણની દૃષ્ટિએ લાભદાયી વાહનો ખરીદવા પ્રેરિત કરવાનો છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

વાહન માલિકો આ યોજનાનો લાભ મેળવી તેમના જૂના વાહનને સરકાર માન્ય RVSF ખાતે સ્ક્રેપ કરાવી નિયત બાકી લેણું માફ કરાવી શકે છે, તેમ વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.

WhatsApp Group Join Now

Leave a Comment