× Special Offer View Offer

મોબાઈલ ટિપ્સ: ફોનમાં વારંવાર આવતી નોટિફિકેશન પરેશાન કરી રહી છે? આ ટ્રિકથી નોટિફિકેશન બંધ કરો…

WhatsApp Group Join Now

તમારા મોબાઇલ ફોનમાં ડેટા ચાલુ કરતાની સાથે જ એક બાદ એક ઘણી નોટિફિકેશન આવવા લાગે છે. ત્યારે ફોનમાં ઘણી એવી નોટિફિકેશનની જરૂર નથી. આ નકામી નોટિફિકેશન છે જે ફોનમાં આવતી રહે છે. ઘણી એપ્સ એવી છે જે સતત નોટિફિકેશન મોકલતી રહે છે.

હવે નોટિફિકેશન વાંરવા આવવાથી આપણુ ધ્યાન તેમાં ને તેમા રહે છે અને આપણો ડેટા પણ વેડફાય છે. ત્યારે જો તમે પણ ફોનમાં અવાર-નવાર આવતી નોટિફિકેશનથી પરેશાન છો તો આ ટ્રિક આજમાવી શકો છો.

ઘણા લોકો આ નોટિફિકેશનથી પરેશાન હોય છે, પરંતુ તેમને ખબર નથી હોતી કે તેને કેવી રીતે બંધ કરવું. તેમજ કેટલાક લોકો નોટિફિકેશન બંધ કરવા નથી માંગતા તો પછી વાંરવાર નોટિફિકેશન આવે તો શું કરવું ચાલો જાણીએ

એપની નોટિફિકેશન બંધ કરો: આ માટે સેટિંગ્સમાં “એપ્સ” અથવા “નોટિફિકેશન” પર જાઓ. જે એપનું નોટિફિકેશન તમે બંધ કરવા માંગો છો તે પસંદ કરો. “નોટિફિકેશન્સ” વિકલ્પ પર ક્લિક કરો અને તેને બંધ કરો.

“ડુ નોટ ડિસ્ટર્બ” મોડ ચાલુ કરો: તમારી સ્ક્રીનની ઉપરથી નીચે સ્વાઇપ કરો.”ડુ નોટ ડિસ્ટર્બ” અથવા “ક્યુએટ મોડ” પર ટેપ કરો. આ મોડ વાંરવાર આવતી નોટિફિકેશન બંધ કરી દેશે.

આ ઓપ્શન ત્યારે કામ લાગી શકે છે જ્યારે તમે કોઈ જરુરી કામ અથવા તો મિટિંગમાં બેઠા હોય આ મોડ ઓન કરવાથી તેટલા સમય માટે નોટિફિકેશન આવતી બંધ થઈ શકે અને આવતો તો તેનો અવાજ નહીં આવે.

નોટિફિકેશનને લોન્ગ પ્રેસ કરવાથી: આ ઉપરાંત, નોટિફિકેશનને બીજી રીતે પણ બંધ કરી શકાય છે. ફોન સ્ક્રીનને નીચે સ્લાઇડ કરો. આ પછી, વારંવાર દેખાતી જાહેરાત અને નોટિફિકેશન પર લાંબો સમય દબાવી રાખો.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

જેમ તમે નોટિફિકેશન પર લાંબો સમય દબાવશો. ત્યાં એક બેલ આઇકોન દેખાશે. તમે તેના પર ક્લિક કરીને તે નોટિફિકેશનને બંધ કરી શકો છો. આ રીતે, ફોનમાં આવતી નોટિફિકેશનને બંધ કરી શકાય છે.

આ સિવાય જો ફોનની નોટિફિકેશન વાંરવાર તમારુ ધ્યાન ખેંચી રહી હોય તો થોડા સમય માટે ફોનનો ઉપયોગ બંધ કરો આમ તમને નોટિફિકેશન તમને પરેશાન નહીં કરે.

WhatsApp Group Join Now

Leave a Comment