× Special Offer View Offer

ફક્ત 2 ચમચી આ પાઉડરના ઉપયોગથી વાળ કોલસા જેવા કાળા થઈ જશે! જાણો હેર ડાઈ બનાવવાની રીત…

WhatsApp Group Join Now

આજકાલ તો બહુ નાની ઉંમરે વાળ સફેદ થતા જોવા મળે છે. આ કોમન હેર પ્રોબ્લમ છે. જે મોટાથી લઈને બાળકોમાં પણ જોવા મળે છે. કોલેજ અને સ્કૂલ જતા બાળકોને પણ સમય પહેલા સફેદ વાળ થવાની સમસ્યા જોવા મળતી હોય છે.

સામાન્ય રીતે સમય પહેલા વાળ સફેદ થવા પાછળ ખરાબ લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી ડાયેટને કારણો ગણવામાં આવે છે. જ્યારે જેનેટિક્સ અને કેટલીક દવાઓની સાઈડ ઈફેક્ટ્સથી પણ વાળ સફેદ થઈ જાય છે.

સફેદ વાળને કાળા કરવા માટે તમે ઘરમાં જ કેટલાક નેચરલ ઉપાયો અજમાવી શકો છો. ઘરમાં જ કુદરતી રીતે હેર ડાઈ બનાવી શકો છો.

ઘરે બનાવો આ હેર પેક

સફેદવાળને છૂપાવવા માટે લોકો મહેંદીનો તો ઉપયોગ કરતા જ હોય છે. પરંતુ જો તમે મહેંદી પાઉડરમાં થોડી કોફી ભેળવીને વાળમાં લગાવશો તો વાળમાં મહેંદીનો રંગ સારી રીતે ઉતરી જશે અને વાળ પણ સોફ્ટ અને શાઈની બનશે.

હેર પેક બનાવવા માટે મહેંદી પાઉડરમાં કોફી પાઉડર ભેળવો. પછી તેમાં પાણી નાખીને બરાબર મિક્સ કરી લો. તેની એક પેસ્ટ બનાવીને રાખો. હવે વાળમાં મહેંદી અને કોફી પાઉડરનો પેક લગાવો. 2-3 કલાક બાદ માથાના વાળ સારી રીતે પાણીથી સાફ કરી નાખો.

લીંબુ અને કાળી ચા

વાળને સફેદમાંથી કાળા બનાવવા માટે તમે કાળી ચા પત્તીનો પણ ઉપયોગ કરી શકે છે. આ માટે તમે એક વાસણમાં કાળી ચાનું પાણી લો. તેમાં એક લીંબુનો રસ ભેળવો.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

આ પાણીને બરાબર ઠંડુ કરી લો. જ્યારે ચાનું પાણી ઠંડુ થઈ જાય તો તેને વાળમાં લગાવો. દોઢથી બે કલાક સુધી આ પાણીવાળા વાળ રહેવા દો. પછી પાણીથી ધોઈ નાખો.

આંબળા અને અરીઠાનું પેક

વાળનો રંગ નિખારવા માટે આંબળા પાઉડર પણ ખુબ ફાયદાકારક હોય છે. તમે બરાબર પ્રમાણમાં આંબળા અને અરીઠાનો પાઉડર લઈને મિક્સ કરો. તેમાં પાણી નાખીને પેસ્ટ બનાવી લો. જ્યારે આ પેસ્ટ તૈયાર થઈ જાય ત્યારે તેને વાળમાં લગાવો. 2 કલાક બાદ માથાને પાણી અને શેમ્પુથી સાફ કરી લો.

નારિયેળનું તેલ અને કોફી

કોફી પાઉડરને કોપરેલમાં મિક્સ કરીને લગાવવાથી પણ વાળ કાળા અને શાઈની બને છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment