× Special Offer View Offer

ખભામાં સતત દુખાવો રહે છે તો જરૂરથી કરાવી લો આ ટેસ્ટ, નિષ્ણાંતે પણ કરી આ ભલામણ…

WhatsApp Group Join Now

જો તમને વારંવાર ખભામાં દુખાવો રહેતો હોય અને તે ઠીક ના થઇ રહ્યો હોય તો તેને અવોઇડ કરવું મોંઘુ પડી શકે છે. ઘણા લોકો તેને સામાન્ય દુખાવો માને છે અને ઘરે જ તેની સારવાર કરાવતા રહે છે, પરંતુ તે કોઈ ગંભીર બીમારીની નિશાની પણ હોઈ શકે છે.

ચાલો જાણીએ કે જો ખભામાં સતત દુખાવો રહેતો હોય તો કયા મેડિકલ ટેસ્ટ જરૂરી છે અને આ દુખાવાના કારણો શું હોઈ શકે છે. ખભામાં દુખાવો અનેક કારણોસર થઈ શકે છે.

આ સામાન્ય રીતે સ્નાયુઓમાં ખેંચાણ, ખોટુ પોશ્ચર , ભારે વસ્તુઓ ઉપાડવી અથવા કોઈપણ ઈજાને કારણે થઈ શકે છે. પરંતુ ક્યારેક આ દુખાવો ગંભીર કારણો સૂચવે છે જેમ કે ફ્રોઝન શોલ્ડર, રોટેટર કફ ઇન્જરી, સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ અથવા હૃદય સંબંધિત સમસ્યાઓ.

ખભામાં દુખાવો હોઈ શકે છે બીમારીનું લક્ષણ

એક્સપર્ટ અનુસાર ખભામાં થોડા સમય માટે સતત દુખાવો રહેતો હોય, તો આ લક્ષણોને અવોઈડ કરવા જોઈએ નહીં. કારણ કે જો તમે તેને અવોઇડ કરશો તો તે કોઈ ગંભીર બીમારીનો સંકેત પણ હોઈ શકે છે.

આ સ્થિતિમાં જો આ સમસ્યા ચાલુ રહે તો તમારે સાવધાન રહેવું જોઈએ. ચાલો જાણીએ કે ખભાના દુખાવાના કારણો અને લક્ષણો શું હોઈ શકે છે.

દુખાવો લગાતાર ચાલુ રહે, હાથ ઉંચો કરવામાં મુશ્કેલી પડે, દુખાવો ગરદન કે પીઠ સુધી ફેલાય, સૂતી વખતે દુખાવો વધે, હાથમાં ઝણઝણાટ કે નિષ્ક્રિયતા આવે, જો આ લક્ષણો લાંબા સમય સુધી ચાલુ રહે તો ડૉક્ટરની સલાહ લેવી અને તપાસ કરાવવી જરૂરી છે.

જો આ સમસ્યાઓ તમને પરેશાન કરી રહી હોય તો તમારે કેટલાક મેડીકલ ટેસ્ટ કરાવવા જોઈએ.

એક્સ-રે

ખભાના હાડકામાં કોઈ ફ્રેક્ચર કે ડિસલોકેશન છે કે નહીં તે જાણવા માટે એક્સ-રે એ પહેલો ટેસ્ટ છે. આ સાંધાઓની સ્થિતિ પણ દર્શાવે છે.

MIR ટેસ્ટ

જો સ્નાયુઓ કે લિગામેન્ટમાં ઈજા કે ખેંચાણ હોય તો MRI તેના વિશે ચોક્કસ માહિતી આપે છે. રોટેટર કફ ઇન્જરીની પુષ્ટિ કરવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

અલ્ટ્રાસાઉન્ડ

આ ટેસ્ટ સ્નાયુઓ, લિગામેન્ટ અને ટેન્ડની સ્થિતિ બતાવવામાં પણ મદદ કરે છે. આ એક સસ્તો અને ઝડપી ઓપ્શન છે.

બ્લડ ટેસ્ટ

અમુક વાર શરીરમાં ઇન્ફેક્શન કે સંધિવા જેવી સમસ્યાઓ પણ ખભામાં દુખાવાનું કારણ બને છે. એના માટે, CRP, ESR અને રુમેટોઇડ ફેક્ટર જેવા બ્લડ ટેસ્ટ કરાવી શકાય છે.

NCV/EMG ટેસ્ટ

જો દુખાવાની સાથે હાથમાં ઝણઝણાટ કે નબળાઈ રહેતી હોય તો આ ટેસ્ટ નસોની સ્થિતિ તપાસવા માટે કરવામાં આવે છે. તેનાથી ખબર પડે છે કે નસોમાં કોઈ દબાણ છે કે નહીં.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

ડૉક્ટર પાસે ક્યારે જવું?

એક્સપર્ટ અનુસાર, ખભામાં સતત દુખાવો રહેતો હોય તો તેને હળવાશથી ન લેવું જોઈએ. જો દુખાવો 7-10 દિવસથી વધુ સમય સુધી ચાલુ રહે તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો. જો તેમાં મોડું થાય તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

ખભામાં દુખાવો ચાલુ રહે તો તે તમારા રોજિંદા જીવનને ગંભીર અસર કરી શકે છે. ઊંઘ ન આવવી, કામ કરવામાં મુશ્કેલી અને માનસિક તણાવ જેવી સમસ્યાઓ શરૂ થઈ શકે છે. આથી સમયસર નિદાન અને સારવાર ખૂબ જ જરૂરી છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment