WhatsApp Group
Join Now
Lines On Nails: નખ સ્વચ્છ અને મજબૂત હોય, તો એ ન માત્ર સુંદર દેખાય છે પણ આપણા શરીરની અંદર ચાલી રહેલી પોષણની સ્થિતિનો પણ સંકેત આપે છે. જો નખ પર હળવી, ઊંડી, સફેદ કે કાળી રેખાઓ દેખાય, તો એ માત્ર સૌંદર્યનો પ્રશ્ન નહીં પણ આરોગ્યનો સંકેત બની શકે છે.
નખ પર રેખાઓ શા માટે પડે છે?
નખ પર દેખાતી રેખાઓનું મુખ્ય કારણ શરીરમાં પોષક તત્વોનું અછત, ઉંમર, ત્વચા સંબંધિત રોગો અથવા ઓટોઇમ્યુન બીમારીઓ થઈ શકે છે.

ઉભી (સીધી) રેખાઓ
- સામાન્ય રીતે ઉંમર વધતા જોવા મળે છે
- ખૂબ ઊંડી હોય અને નખ તૂટે તો તે પોષણની અછત, હાઈપોથાયરોઇડિઝમ, અથવા ત્વચા રોગ (જેમ કે લિકેન પ્લાનસ)નું લક્ષણ હોઈ શકે
- તણાવ કે બીમારીના કારણે પણ આવી રેખાઓ આવી શકે છે (જેમ કે Bue’s lines)
સફેદ રેખાઓ (Leukonychia Striata)
- માઇક્રોઇંજરી, ફંગલ ચેપ અથવા જનમસાથે આવેલી તબીબી સ્થિતિના કારણે
- ક્યારેક આર્સેનિક ઝેર અથવા કિડની ફેઇલ્યુરના સંકેત પણ હોઈ શકે
- સતત દેખાઈ રહી હોય તો તબીબી તપાસ જરૂરી
કાળી અથવા ભૂરી રેખાઓ (Melanonychia)
- ઇજા, ચેપ, દવા અથવા મેલેનિનની વધારાની હાજરીના કારણે
- વિટામિન C, ઝીંક જેવી પોષક તત્વોની ઉણપનો સંકેત
- જો લોહી નીકળે કે દુખાવો થાય, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
શું કરવું?
- પોષક તત્વોથી ભરપૂર આહાર લેવો
- ખૂબ શુષ્ક ત્વચા અથવા ત્વચા રોગ હોય તો તબીબી સારવાર લેવી
- સતત રેખાઓ, રંગ બદલાવ કે દુખાવાની સ્થિતિ હોય તો ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવી
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.
WhatsApp Group
Join Now