શું તમે મીડ બજેટમાં હાઈ કેપેસિટીવાળો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો? તો અમે તમને એવા પાંચ ફોન વિશે જણાવીશું જેમાં 7000mAh બેટરી આવે છે.
7000mAh બેટરીવાળા ફોન પર ડિસ્કાઉન્ટ
જો તમારે એવો સ્માર્ટફોન ખરીદવો હોય જેનાથી તમને વારંવાર ચાર્જિંગ ના કરવું પડે તો 7000mAh બેટરીવાળા ફોન તમારા માટે યોગ્ય ઓપ્શન બની શકે છે. અહીંયા અમે તમને માર્કેટમાં ઉપલબ્ધ ટોપના 5 સ્માર્ટફોન વિશે જણાવશું જે પાવરફુલ બેટરી અને દમદાર પરફોર્મન્સ આપે છે.

iQOO Neo 10
iQOO Neo 10 માં 7000mAh બેટરી હોય છે, જે 120W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. તેનો 8GB+128GB વેરિઅન્ટ 31,999 રૂપિયામાં ઉપલબ્ધ છે, જ્યારે તેના ટોપ વેરિઅન્ટની કિંમત 40,999 રૂપિયા છે.
Realme GT 7
Realme GT 7 ફોનમાં 7000mAh બેટરી અને 120W ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. તેના 8GB+256GB વેરિઅન્ટની કિંમત 39,999 રૂપિયા છે અને હાઇએન્ડ વેરિઅન્ટની કિંમત 46,999 રૂપિયા છે.
Vivo T4 5G
Vivo T4 5G માં 7300mAh બેટરી આવે છે જે 90W ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેના શરૂઆતના વેરિઅન્ટની કિંમત 21,999 રૂપિયા છે, જ્યારે ટોપ વેરિઅન્ટની કિંમત 25,999 રૂપિયા છે.
Oppo K13 5G
Oppo K13 5Gમાં 7000mAh બેટરી આવે છે જે 80W SuperVOOC ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેનો બેઝ વેરિઅન્ટ 17999 રૂપિયામાં ઉપલબ્ધ છે અને 256GB વેરિઅન્ટ 19999 રૂપિયામાં ઉપલબ્ધ છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
iQOO Z10 5G
iQOO Z10 5G માં 7300mAh બેટરી આવે છે અને 90W ચાર્જિંગ સપોર્ટ કરે છે. તેની કિંમત 21,999 રૂપિયાથી શરૂ થાય છે અને ટોપ વેરિઅન્ટ 25,999 રૂપિયામાં મળે છે.