આજના સમયમાં દરેકનું સપનું હોય છે કે તેનું પોતાનું એક ઘર હોય, પણ જે રીતે પ્રોપર્ટીના ભાવ આસમાને પહોંચ્યાં છે, ખાસ કરીને મેટ્રો શહેરોમાં, ત્યાં નોકરી કરતાં લોકો માટે પોતાની આવકમાંથી ઘર ખરીદવું એ એક પડકાર સમાન બાબત બની ગઈ છે. આવા સમયે મોટાભાગના લોકો હોમ લોનનો આશરો લે છે.
દેશની અલગ-અલગ બેંકો અલગ-અલગ વ્યાજદરે હોમ લોન ઓફર કરે છે, પણ જો તમે ઓછા વ્યાજદરે લોન લેવા માંગો છો, તો સરકારી બેંકો તમારા માટે વધુ સારા વિકલ્પ બની શકે છે.

આજે અમે તમને કેટલીક એવી સરકારી બેંકોની માહિતી આપીશું, જે 7.50 ટકા કરતાં પણ ઓછા વ્યાજદરે હોમ લોન આપી રહી છે.
બેંક ઓફ મહારાષ્ટ્ર
જો તમે સૌથી ઓછા વ્યાજદરે હોમ લોન શોધી રહ્યા છો, તો બેન્ક ઓફ મહારાષ્ટ્ર તમારા માટે એક શાનદાર વિકલ્પ બની શકે છે. આ બેન્કમાં હોમ લોનનો પ્રારંભિક વ્યાજદર ફક્ત 7.35 ટકા છે. જોકે આ દર તમારી લોનની રકમ, લોનની અવધિ અને તમારા સિબિલ સ્કોર પર આધારિત હોય છે.
જો તમારો સિબિલ સ્કોર સારો હોય, તો તમને વધુ સારી ડીલ મળી શકે છે. આ ઉપરાંત, બેન્ક ઓફ મહારાષ્ટ્રની પ્રોસેસિંગ ફી પણ ઘણી વ્યાજબી છે. તે 0.25 ટકા થી શરૂ થાય છે, જે લોનની રકમના આધારે થોડી વધુ થઈ શકે છે. જો તમે ઓછી માસિક EMI અને ઓછા વ્યાજદરે લોન ઇચ્છો છો તો આ બેંકનો સંપર્ક કરી શકો છો.
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પણ હોમ લોનના મામલામાં પાછળ નથી. આ બેંકનો પ્રારંભિક વ્યાજદર પણ 7.35 ટકા છે. આ બેંક તેના ગ્રાહકોને લોનની રકમ અને તેમના ક્રેડિટ ઇતિહાસના આધારે આકર્ષક ઓફર આપે છે. જો તમારો સિબિલ સ્કોર 750 થી વધુ હોય તો તમને ઓછા વ્યાજદરે લોન મળવાની શક્યતા વધી જાય છે.
ઇન્ડિયન ઓવરસીઝ બેંક
ઇન્ડિયન ઓવરસીઝ બેંક પણ તે સરકારી બેંકોમાં શામેલ છે, જે તેના ગ્રાહકોને 7.35 ટકા વ્યાજદરે હોમ લોન આપે છે. આ બેંકની લોન પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી છે, જેના કારણે લોન મંજૂર કરવામાં વધુ સમય લાગતો નથી.
યૂનિયન બેંક ઓફ ઇન્ડિયા
યૂનિયન બેંક ઓફ ઇન્ડિયા પણ હોમ લોન માટે એક લોકપ્રિય સરકારી બેંક છે. તેનો પ્રારંભિક વ્યાજદર 7.35 ટકા છે, જે તેને તેવા લોકોને માટે એક શાનદાર વિકલ્પ બનાવે છે, જેઓ ઓછા વ્યાજદરે લોન લેવા માંગે છે.
યૂનિયન બેંક તેના ગ્રાહકોને ફ્લેકસીબલ લોન વિકલ્પ આપે છે, જેથી તમે તમારી જરૂરિયાત અનુસાર લોનની અવધિ અને રકમ પસંદ કરી શકો છો.
કેનરા બેન્ક
દેશની સૌથી મોટી સરકારી બેંકોમાંની એક, કેનરા બેંક પણ હોમ લોનના મામલામાં ખૂબ જ લોકપ્રિય છે. આ બેંકનો પ્રારંભિક વ્યાજદર 7.40 ટકા છે, જે અન્ય સરકારી બેંકોની તુલનામાં થોડો વધુ છે, તેમ છતાં પણ આ ખૂબ જ વ્યાજબી ગણાય છે. કેનરા બેંકની પ્રોસેસિંગ ફી 0.50 ટકા છે, જે લોનની રકમના આધારે લાગુ પડે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
કેનરા બેંકની ખાસ વાત એ છે કે તે પોતાના ગ્રાહકોને લોનની પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા આપે છે. સાથે જ, આ બેંક લોનની રકમ ઝડપથી મંજૂર કરવા માટે જાણીતી છે. જો તમે મોટા અને વિશ્વસનીય બેંકમાંથી લોન લેવા માંગો છો, તો કેનરા બેંક તમારા માટે સારો વિકલ્પ બની શકે છે.
જો તમે ઓછા વ્યાજદરે હોમ લોન લેવા માંગો છો તો સરકારી બેંકો જેમ કે બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક, યુનિયન બેંક અને કેનરા બેંક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. આ બેંકો 7.35% જેટલા ઓછા વ્યાજદર અને સહેલી લોન પ્રક્રિયા સાથે લોન ઓફર કરે છે, જે સામાન્ય લોકો માટે ઘર ખરીદવાનું સપનું સાકાર કરવા મદદરૂપ બને છે.