Research: દુનિયાભરમાં કેન્સર અને અલ્ઝાઇમર જેવા ગંભીર રોગોનું નિદાન કરવા માટે બાયોપ્સીનો ઉપયોગ થાય છે. જોકે, પરંપરાગત બાયોપ્સી પદ્ધતિ પીડાદાયક અને આરોગ્ય માટે જોખમભરી હોઈ શકે છે.
ઘણીવાર દર્દીઓ આ પ્રક્રિયાથી ડરતા હોય છે અને સમયસર પરીક્ષણ ન કરાવતા જીવલેણ પરિણામો ભોગવવા પડે છે. પરંતુ હવે આ સ્થિતિ બદલાવાની આશા છે.

નવી શોધ: પીડાવિહિન “નેનો પેચ”
કિંગ્સ કોલેજ લંડનના વૈજ્ઞાનિકોએ એક નવી ટેકનોલોજી વિકસાવી છે – એક એવો પેચ જે બાયોપ્સી વિના શરીરથી મોલેક્યુલર માહિતી મેળવી શકે છે. ખાસ વાત એ છે કે આ પેચ પેશીઓને દૂર કર્યા વિના કે તેમને નુકસાન પહોંચાડ્યા વિના કામ કરે છે અને દર્દીને કોઈ પીડા પણ થતી નથી.
કેવી રીતે કરે છે કામ?
આ પેચ અત્યંત પાતળી – માનવ વાળ કરતા પણ પાતળા – લાખો નેનોનીડલ્સથી બનેલો છે. તેને ત્વચા પર લગાવવાથી તે પેશીઓમાંથી જરૂરી માહિતી એકત્ર કરે છે.
આ પદ્ધતિના ફાયદા:
- પીડારહિત અને ઝડપી
- રિયલ-ટાઇમ ડેટા પ્રદાન કરે છે
- મગજના કેન્સર અને અલ્ઝાઇમર જેવા રોગોની ઓળખ વધુ ચોકસાઇથી થાય છે
- દરેક દર્દી માટે વ્યક્તિગત સારવાર શક્ય બને છે
- એક જ પેશીથી વારંવાર પરીક્ષણ શક્ય છે
AI ટેક્નોલોજી સાથે સંકલિત
આ પેચને આધુનિક ઉપકરણો જેવી કે એન્ડોસ્કોપ, પાટો કે કોન્ટેક્ટ લેન્સ સાથે જોડીને ઉપયોગ કરી શકાય છે. AI (કૃત્રિમ બુદ્ધિ)ની મદદથી પેચ ઝડપથી માહિતી વિશ્લેષિત કરે છે અને તબીબોને તરત જ પરિણામ આપે છે.
આ નવી શોધ ડોક્ટરો માટે શસ્ત્રક્રિયા દરમિયાન પણ વધુ સચોટ અને ઝડપથી નિર્ણય લેવા માટે એક Game-Changer સાબિત થઈ શકે છે.
વૈજ્ઞાનિકોની 12 વર્ષની મહેનત
આ સંશોધન ડૉ. સિરો ચિઆપ્પિનોના નેતૃત્વમાં થયું છે, જેમણે છેલ્લાં 12 વર્ષથી નેનોનીડલ્સ પર અભ્યાસ કર્યો છે. તેઓ કહે છે, “આ શોધ વ્યક્તિગત દવા અને વાસ્તવિક સમયના નિદાન માટે એક ક્રાંતિરૂપ છે.”
પ્રસિદ્ધ જર્નલમાં પ્રકાશિત
આ શોધ વૈજ્ઞાનિક જર્નલ ‘Nature Nanotechnology’ માં પ્રકાશિત કરવામાં આવી છે, અને ભવિષ્યમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓના નિદાન અને સારવારના ત્રાસદાયક પદ્ધતિઓમાં મોટો પરિવર્તન લાવી શકે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ પેચ ટેકનોલોજી બાયોપ્સી જેવી પીડાજનક પ્રક્રિયાનો વિકલ્પ બની શકે છે. હવે કેન્સર કે અલ્ઝાઇમર જેવી બીમારીઓનું નિદાન વધુ સરળ, ઝડપી અને દર્દી માટે આરામદાયક બનશે.