આજકાલ ભારતના મોટાભાગના લોકો પોતાના ઘરથી દુર અન્ય શહેર કે રાજ્યમાં નોકરી કરતા હોય છે. આ દરમિયાન તેઓ ભાડાના મકાનમાં રહે છે. આ ભાડાના મકાનમાં રહેવાની સૌથી મોટી સમસ્યાએ હોય છે કે, મકાનમાલિક દર વર્ષે ભાડું વધારે છે.
ત્યારે કેટલાક લોકોના મનમાં સવાલ થાય છે કે,આવો કોઈ કાનુન છે કે નહી. ભારતના દરેક રાજ્યમાં પોતાના રેન્ટ કંટ્રોલ એક્ટ હોય છે. જે એ નક્કી કરે છે કે, મકાન માલિક ભાડું કેટલી વખત અને કઈ શરતો પર વધારી શકે છે.

આજે અમે તમને આ આર્ટિકલમાં એ જણાવીશું કે, મકાન માલિક એક વર્ષમાં કેટલું ભાડું વધારી શકે છે. જેના માટે તમારે પહેલા નોટીસ આપવી જરુરી છે.
કોઈ પણ મકાન માલિક પોતાની મનમાની ચલાવી ગમે તેટલું ભાડું વધારી શકે નહી. આ કાનુની રુપથી ગેરકાયદેસર માનવામાં આવે છે. જો તે ભાડામાં કોઈ ફેરફાર કરી રહ્યો છે, તો તેમને કેટલાક વિશેષ નિયમો તેમજ સ્થાનિક નિયમોનું પાલન કરવું પડશે.
જો તમે એક નક્કી કરેલા સમય સુધી ભાડે રહો છો. જેમ કે, 11 મહિના કે 1 વર્ષ તો આ સમયે મકાન માલિક તમારું ભાડું વધારી ન શકે. જ્યાં સુધી એગ્રિમેન્ટમાં ઉલ્લેખ ન કરવામાં આવ્યો હોય. જો એગ્રિમેન્ટમાં લખ્યું હોય કે, દર વર્ષે 10 ટકા ભાડું વધારશે. તો આ માન્ય ગણાશે.
કેટલાક રાજ્યોમાં, ભાડું વધારવા માટે એક મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેમ કે દર વર્ષે ભાડું ફક્ત 10 ટકા વધારી શકાય છે. આ ઉપરાંત, મકાનમાલિકે ભાડું વધારતા પહેલા નોટિસ આપવી જરૂરી છે. નોટિસ વિના ભાડું વધારવું ગેરકાયદેસર માનવામાં આવે છે.
જો તમે એગ્રિમેન્ટ પર સિગ્નેચર કરી હોય, તો તેમાં લખ્યું હોય છે કે દર વર્ષે ભાડું કેટલું વધશે. સામાન્ય રીતે, વાર્ષિક 5 થી 10 ટકા વધારો થઈ શકે છે. તે જ સમયે, મિલકત ટ્રાન્સફર અધિનિયમ 1882 ની કલમ 106 હેઠળ, મકાનમાલિકે ભાડું વધારતા પહેલા ભાડૂઆતને લેખિત સૂચના આપવી જરૂરી છે. મકાનમાલિકે ઓછામાં ઓછા 15 દિવસ અગાઉ લેખિત સૂચના આપવી પડશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
જો મકાનમાલિક તમારી પાસેથી વધુ ભાડું વસૂલતો હોય, તો તમે કોર્ટમાં ફરિયાદ કરી શકો છો. સામાન્ય રીતે, ભાડું તે મિલકતની કિંમતના 8 થી 10 ટકા હોવું જોઈએ.
ભાડું હંમેશા મિલકતની સ્થિતિ, સ્થાન અને ફર્નિચર વગેરે જોયા પછી નક્કી કરવામાં આવે છે.દરેક ભાડૂતને ભાડાના મકાનમાં વીજળી, પાણી અને ગેસ જેવી મૂળભૂત સુવિધાઓ મેળવવાનો અધિકાર છે.