× Special Offer View Offer

હવે ઘરે બેઠા જ થશે પાસપોર્ટની પ્રોસેસ, ઓફિસોના ધક્કા નહીં ખાવા પડે, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપુર્ણ પ્રોસેસ…

WhatsApp Group Join Now

વિદેશ જવા પાસપોર્ટ સૌથી અગત્યનો દસ્તાવેજ છે. પાસપોર્ટ વગર વિદેશ મુસાફરી કરી શકાતી નથી. પાસપોર્ટ બનાવવા પાસપોર્ટ ઓફિસના ધક્કા ખાવા પડે છે. જોકે હવે લાંબી કતારોમાં ઊભા રહેવાના કે વારંવાર પાસપોર્ટ ઓફિસના ધક્કા ખાવાના દિવસો હવે ભૂતકાળ બન્યા છે.

હવે તમે પાસપોર્ટ બનાવવા માટે ઓનલાઇન અપોઇન્ટમેન્ટ બુક કર્યા પછી પાસપોર્ટ વાનને તમારા વિસ્તારમાં બોલાવી શકશો અને કોઈપણ મુશ્કેલી વિના પેપર વેરિફિકેશન પૂર્ણ કરી શકશો.

પાસપોર્ટ વાન સેવા: એક નવી ડિજિટલ સુવિધા

પાસપોર્ટ વાન સર્વિસ ભારત સરકારની એક નવી ડિજિટલ સુવિધા છે. તેની શરૂઆત કેટલાક વિસ્તારોમાં ગયા વર્ષે જ થઈ ગઈ હતી, પરંતુ હજી પણ લોકો આ સર્વિસથી અજાણ છે. આના દ્વારા પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે તમારે પાસપોર્ટ સેવા કેન્દ્ર એટલે કે PSK જવું નહીં પડે. આ મોબાઇલ વાનમાં બાયોમેટ્રિક મશીન, કેમેરા અને ડોક્યુમેન્ટ સ્કેનિંગની સંપૂર્ણ વ્યવસ્થા હોય છે.

પાસપોર્ટ અરજી કરનારના ઘર અથવા નજીકના સરનામે આવીને અધિકારીઓ ડોક્યુમેન્ટ્સ વેરિફાય કરે છે અને પાસપોર્ટ પ્રક્રિયા ત્યાં જ પૂર્ણ કરી લે છે. આ સેવા ખાસ કરીને વૃદ્ધો, વ્યસ્ત પ્રોફેશનલ્સ અને દૂર-દરાજના લોકો માટે ખૂબ જ ઉપયોગી છે.

આ સેવા માટે કેવી રીતે અરજી કરશો?

  • સૌથી પહેલા તમારે પાસપોર્ટ સેવા પોર્ટલ પર જવું પડશે. આ માટે તમે www.passportindia.gov.in પર જાઓ.
  • નવા યુઝર તરીકે રજીસ્ટર કરો. જો તમે પહેલાથી રજીસ્ટર કરી ચૂક્યા છો, તો સીધા લોગિન કરો.
  • “Apply for Fresh Passport / Reissue” વિકલ્પ પસંદ કરો.
  • આ પછી આપેલો ફોર્મ સાચી માહિતી સાથે ભરો અને સબમિટ કરો. ફોર્મ ભરતી વખતે જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે રાખો અને માહિતીને વેરિફાય કરીને જ ભરો. જો તમે ખોટી માહિતી ભરશો, તો બધી મહેનત નકામી જશે.
  • આ પછી અપોઇન્ટમેન્ટ બુક કરો. આ સ્ટેપ પછી તમને “Mobile Passport Seva” નો વિકલ્પ મળશે.
  • અરજી સબમિટ કર્યા પછી, “Mobile Passport Seva” અથવા “Doorstep Service” વિકલ્પ પસંદ કરો. તમને આ બંને વિકલ્પોમાંથી કોઈ એક જોવા મળી શકે છે.
  • ઉપલબ્ધ તારીખ અને સમય સ્લોટ જોઈને અપોઇન્ટમેન્ટ બુક કરો. આ પછી નિર્ધારિત દિવસે પાસપોર્ટ વાન તમારા સરનામે આવશે. શક્ય છે કે વાન તમારા સ્થાનની નજીકની કોઈ જગ્યાએ આવે.
  • આવા કિસ્સામાં તમારે તે જગ્યાએ તમારા ડોક્યુમેન્ટ્સ સાથે પહોંચવું પડશે. આ મોબાઇલ પાસપોર્ટ વાનમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન, બાયોમેટ્રિક અને ફોટો લેવામાં આવશે. આ રીતે તમે સરળતાથી ડોક્યુમેન્ટ વેરિફાય કરાવી શકશો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
  • જો પાસપોર્ટ માટે અરજી કરતી વખતે આવો વિકલ્પ તમને દેખાતો નથી, તો શક્ય છે કે આ સેવા તમારા વિસ્તાર માટે હાલમાં શરૂ ન થઈ હોય. જોકે, તેને ખૂબ જ ઝડપથી બધી જગ્યાએ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
  • પાસપોર્ટ વાન પર તમારા ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરાવ્યા પછી તમારું પોલીસ વેરિફિકેશન થશે અને તેના પછી 15 દિવસમાં પાસપોર્ટ તૈયાર થઈને તમારા ઘરે પહોંચી જશે.
WhatsApp Group Join Now

Leave a Comment