Smartphone: આજની જીવનશૈલીમાં દરેક પાસે સ્માર્ટફોન જરૂરી થઇ ગયો છે. દરરોજ ફોન વગર લોકોને સમય કાઢવો મુશ્કેલ બન્યો છે પરંતુ તમારી સમય અનુસાર કેવો ફોન ખરીદવો જોઇએ તે જાણીએ.
રેમ અને સ્ટોરેજ
ફોનમાં આજની તારીખે 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ હોય તેવો ફોન ખરીદવો યોગ્ય છે.

કેમેરા ક્વોલિટી
ફોનનો કેમેરો સારો હોવો જોઇએ. ફોટો ગ્રાફી પસંદ હોય તો કેમેરા ક્વોલીટી અને લેંસ તેમજ મેગા પિક્સલ પર ધ્યાન આપો.
બેટરી લાઇફ
ફોન ખરીદતા પહેલા બેટરીની ક્ષમતા અને ફાસ્ટ ચાર્જિગ સપોર્ટ પર ધ્યાન આપો. તમે દિવસભર ફોન ઉપયોગ કરો છો તો ઓછામાં ઓછી 4000એમએએચથી વધુ બેટરી ક્ષમતા વાળો ફોન પસંદ કરો.
ડિસ્પ્લે ક્વોલિટી
ડિસ્પ્લેનું રિજોલ્યૂશન(ફૂલ એચડી, 4કે), સ્કીન સાઇઝ અને ટાઇપ, મહત્વપૂર્ણ છે. ખાસકરી તમે ઓટીટીના શોખીન છો તો આનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.
બિલ્ડ ક્વાલિટી અને ડિઝાઇન
ફોનની ડિઝાઇન, મેટેરિયલ(ગ્લા, મેટર, પ્લાસ્ટિક) અને તેની ફીલિંગને ધ્યાન આપનારી ચીજ છે. તેના સીવાય વોટર પ્રૂફિંગ(આઇપી રેટિંગ)ની જરૂર છે.
5જી અને કનેક્ટિવિટી
5જી નેટવર્કનો સમય ચાલી રહ્યો છે આવામાં 5જી સપોર્ટ વાળો ફોનને પ્રાથમિકતા આપો. અન્ય કનેક્ટિવિટી વિકલ્પ જેમન કે બ્લૂટૂથ 5.0, એનએફસી, અને વાઇ-ફાઇ 6 પણ ધ્યાનમાં રાખો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
સોફ્ટવેયર અપડેટ્સ અને સિક્યોરિટી
ફોનની કંપની કેટલી જલ્દી અને કેટલી વાર સોફ્ટવેયર અપડેટ્સ આપે છે તેને પણ ચેક કરો, સિક્યોરીટી પેચેજ પણ ચેક કરો.