ભારતીય રિઝર્વ બેંકે આ વર્ષે ફેબ્રુઆરીથી જૂન સુધી રેપો રેટમાં 1.00 ટકાનો મોટો ઘટાડો કર્યો છે. RBIના આ પગલાથી એક તરફબેંકોએ હોમ લોન, કાર લોન સહિત તમામ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે, તો બીજી તરફ, FD જેવી બચત યોજનાઓના વ્યાજ દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
જોકે, RBI દ્વારા રેપો રેટમાં ઘટાડો કે બેંકો દ્વારા FD વ્યાજ દરમાં ઘટાડો કરવાથી પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ પર કોઈ અસર પડી નથી.

પોસ્ટ ઓફિસ હજુ પણ તેની બચત યોજનાઓ પર પહેલા જેટલું વ્યાજ આપી રહી છે. આજે આપણે અહીં જાણીશું કે જો તમે પત્નીના નામે પોસ્ટ ઓફિસમાં 2 લાખ રૂપિયાની FD કરો છો તો 24 મહિના પછી તમને કેટલા પૈસા મળશે?
પોસ્ટ ઓફિસમાં FD ને TD (ટાઈમ ડિપોઝિટ) તરીકે ઓળખવામાં આવે છે. પોસ્ટ ઓફિસની TD યોજના બિલકુલ બેંકોની FD યોજના જેવી જ છે. બેંક FD ની જેમ TD પર પણ તમને નિશ્ચિત સમય પછી ગેરંટી સાથે નિશ્ચિત વળતર મળે છે. પોસ્ટ ઓફિસમાં 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષ માટે ટીડી કરી શકાય છે.
પોસ્ટ ઓફિસ 1 વર્ષના ટીડી પર 6.9 ટકા, 2 વર્ષના ટીડી પર 7.0 ટકા, 3 વર્ષના ટીડી પર 7.1 ટકા અને 5 વર્ષના ટીડી પર 7.5 ટકાનું બમ્પર વ્યાજ આપી રહી છે. ટીડી ખાતામાં ઓછામાં ઓછા 1000 રૂપિયા જમા કરાવી શકાય છે, જ્યારે તેમાં જમા કરાયેલ મહત્તમ રકમની કોઈ મર્યાદા નથી.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
પોસ્ટ ઓફિસ તેના બધા ગ્રાહકોને સમાન વ્યાજ આપે છે. મહિલાઓ, પુરુષો, વરિષ્ઠ નાગરિકો બધાને પોસ્ટ ઓફિસમાં સમાન વ્યાજ મળે છે. જો તમે પોસ્ટ ઓફિસમાં 2 વર્ષના ટીડીમાં તમારી પત્નીના નામે 2,00,000 રૂપિયા જમા કરાવો છો, તો પાકતી મુદતે તમારી પત્નીના ખાતામાં કુલ 2,29,776 રૂપિયા આવશે.
આમાં તમારા 2,00,000 રૂપિયાના રોકાણ ઉપરાંત 29,776 રૂપિયાનું વ્યાજ શામેલ છે. ગ્રાહકોને પોસ્ટ ઓફિસ ટીડી સ્કીમ પર ગેરંટી સાથે નિશ્ચિત વ્યાજ પણ મળે છે, જેમાં કોઈપણ પ્રકારનો અપ-ડાઉન થતો નથી.