ચોમાસામાં આ લોટની રોટલી ખાશો તો, પેટની ચરબી ઝડપથી ઘટશે અને શરીર પણ રહેશે તંદુરસ્ત…

WhatsApp Group Join Now

Bajra Roti Benefits: ખરાબ આહાર અને હેલ્ધી લાઈફસ્ટાઈલના કારણે વધારે વજન સામાન્ય સમસ્યા બની ચૂક્યું છે. શરીરનું વજન વધી જાય તો ફક્ત દેખાવ બગડે છે એવું નથી વધારે વજનના કારણે શરીર ગંભીર બીમારીઓનું ઘર પણ બની શકે છે.

જો તમે વજન ઘટાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છો પરંતુ તમને હજુ સુધી રીઝલ્ટ મળ્યું નથી. તો એક વખત આ ઉપાય પણ ટ્રાય કરી જુઓ.

જો તમે ઝડપથી વજન ઘટાડવા માંગો છો તો ખાવા પીવાની આદતોમાં ફેરફાર કરો. ખાસ કરીને આ ઋતુ દરમિયાન વજન ઘટાડવું હોય તો ઘઉંના લોટની રોટલી ખાવાનું છોડી અને સવારે તેમજ સાંજે બાજરાની રોટલી ખાવાનું શરૂ કરો.

હેલ્થ એક્સપર્ટ અનુસાર જે લોકો પેટની ચરબી ઘટાડવા માંગે છે તેમણે ઘઉંના લોટની રોટલી ખાવાનું છોડીને બાજરાના લોટની રોટલી ખાવી જોઈએ.

બાજરો લો ગ્લાઇસેમિક અનાજ છે, બાજરામાં ફાઇબર વધારે હોય છે અને બાજરો ગ્લુટન ફ્રી અનાજ છે જેના કારણે ચરબી ઝડપથી ઓછી થાય છે અને મેટાબોલિઝમ બુસ્ટ થાય છે પરિણામે વજન ઘટાડવાની પ્રક્રિયા ઝડપી થઈ જાય છે

એક્સપર્ટ અનુસાર બાજરો એવું અનાજ છે જેમાં ઘઉં અને ચોખા કરતા વધારે પોષક તત્વો હોય છે બાજરો શરીરને એનર્જી પણ આપે છે અને પોષણ પણ પૂરું પાડે છે. ચોમાસામાં વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી જાય છે આ સિઝનમાં બાજરો ખાઈ શકાય છે.

જે લોકોએ ચરબી ઝડપથી ઓછી કરવી હોય તેમણે બપોરે અને રાત્રે જમતી વખતે બાજરાની બે રોટલી ખાવી જોઈએ. બે રોટલી ખાવાથી શરીરને જરૂરી બધા જ પોષક તત્વ પણ મળશે અને મેટાબોલિઝમ બુસ્ટ પણ થશે.

બાજરાની રોટલી ખાવાથી થતા ફાયદા

– ઘઉંમાં ગ્લુટનનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે પેટ ફુલવા જેવી સમસ્યા થઈ શકે છે જેની સામે બાજરો ગ્લુટન ફ્રી હોય છે અને તેનાથી પેટ ફુલતું નથી.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

– બાજરો મેટાબોલિઝમને બુસ્ટ કરવાનું કામ કરે છે.

– બાજરામાં રહેલા પોષક તત્વો શરીરમાં ફેટ બર્નિંગ પ્રોસેસને એક્ટિવ કરે છે જેના કારણે ચરબી જામતી નથી.

– બાજરો લો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ અનાજ છે. તે ધીરે ધીરે પચે છે જેના કારણે બ્લડ સુગર સ્પાઇક થતું નથી.

– બાજરો શરીરમાં ફેટ સ્ટોર કરવાને બદલે તેને એનર્જીમાં બદલવામાં મદદ કરે છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment