Fruit PLU code: તમારું આરોગ્ય તમારા પસંદ કરેલા ખોરાક પર નિર્ભર છે – ખાસ કરીને જ્યારે વાત ફળોની હોય. બજારમાં જ્યારે તમે ફળ ખરીદવા જાઓ છો, ત્યારે ઘણીવાર તમે ફળોના પર સ્ટીકર લાગેલા જોયા હશે.
સામાન્ય રીતે લોકો આ સ્ટીકરને દૂર ફેંકી દે છે, પણ શું તમે જાણો છો કે આ સ્ટીકર પરનો કોડ તમારા સ્વાસ્થ્ય માટે અગત્યની માહિતી આપે છે?

Fruit PLU code: આ સ્ટીકર પર છપાયેલો કોડ PLU (Price Look-Up) કોડ તરીકે ઓળખાય છે. તે ફળ કઈ પદ્ધતિથી ઉગાડવામાં આવ્યું છે – ઓર્ગેનિક છે કે કેમિકલથી સંસ્કૃત – તે જણાવી શકે છે.
સ્ટીકર કોડ અને તેનું અર્થઘટન:
‘9’ થી શરૂ થતા 5-અંકના કોડ
જો કોડ 9થી શરૂ થાય છે, જેમ કે 94011, તો તે દર્શાવે છે કે આ ફળ ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવ્યું છે. તેનો અર્થ એ છે કે તેમાં કોઈ રસાયણ કે જંતુનાશક દવાઓનો ઉપયોગ થયો નથી. આવા ફળો આરોગ્ય માટે શ્રેષ્ઠ છે.
‘8’ થી શરૂ થતા 5-અંકના કોડ
જો કોડ 8થી શરૂ થાય છે, જેમ કે 84026, તો આ ફળ જૈવ ઇન્જિનિયરીંગ (GMO – Genetically Modified Organism) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તે ઓર્ગેનિક નથી અને તેમાં માનવસર્જિત ફેરફારો થઈ શકે છે.
માત્ર 4 અંકનો કોડ
જેમ કે 4011 – તો સમજવું કે આ ફળ પારંપરિક રીતે ઉગાડવામાં આવ્યું છે, જેમાં જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ થયો છે. આવા ફળો દેખાવમાં આકર્ષક અને સસ્તા હોય છે, પરંતુ લાંબા ગાળે આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
શુદ્ધતામાં પસંદગી કરો, માત્ર ભાવમાં નહીં
જ્યારે પણ ફળ ખરીદો, ત્યારે માત્ર તેનો દેખાવ કે ભાવ નહીં, પણ સ્ટીકર પર લખેલા PLU કોડ વાંચીને તેનું મૂળ અને ગુણવત્તા જાણવી એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને બાળકો અને વયસ્કો માટે ઓર્ગેનિક ફળ વધુ લાભદાયક રહે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ઓછું ખાવું સારું છે, પણ શુદ્ધ અને સાફ ખાવું વધારે સારું છે. આગામી વખતથી ફળ ખરીદતાં પહેલાં સ્ટીકર અવશ્ય તપાસો!
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.