ભારતીય રિઝર્વ બેંક (RBI) એ લોન લેનારાઓને મોટી રાહત આપી છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે 1 જાન્યુઆરી, 2026 થી, ફ્લોટિંગ રેટ લોન પર પ્રીપેમેન્ટ ચાર્જ નહીં લાગે, એટલે કે, જો તમે સમય પહેલાં લોન ચૂકવો છો, તો તમારે કોઈ વધારાનો ચાર્જ નહીં, ચાલો જાણીએ વિગતવાર.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો નિર્ણય
દેશની કેન્દ્રીય બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ લોન લેનારા લોકોને મોટી રાહત આપી છે. હવે જો હોમ લોન, બિઝનેસ લોન અથવા અન્ય ફ્લોટિંગ રેટ લોન સમય પહેલા ચૂકવો છો, તો બેંક અથવા નાણાકીય સંસ્થા તમારી પાસેથી કોઈપણ પ્રકારનો પ્રી-પેમેન્ટ પેનલ્ટી અથવા ચાર્જ વસૂલ કરી શકશે નહીં.

આ નિયમ 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવશે. તેનો સૌથી મોટો ફાયદો તે લોકોને થશે જેઓ તેમની લોન વહેલા ચૂકવવાની તૈયારી કરે છે.
લોન લેનારા લોકોને મોટી રાહત
હાલમાં, બેંકો અથવા લોન આપતી કંપનીઓ નિર્ધારિત સમય પહેલા લોન ચૂકવવા પર પ્રી-પેમેન્ટ ચાર્જના નામે ઘણા પ્રકારના ચાર્જ વસૂલ કરે છે. જોકે, હવે RBI ના નિયમ મુજબ, લોકોને આવા ચાર્જ ચૂકવવા પડશે નહીં.
RBI એ સ્પષ્ટતા કરી છે કે જો તમે લોન આંશિક અથવા સંપૂર્ણ રીતે ચૂકવો છો, ભલે પેમેન્ટ કોઈપણ સ્ત્રોતમાંથી કરવામાં આવ્યું હોય, તો પણ કોઈ પ્રી-પેમેન્ટ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. આ માટે કોઈ લોક-ઇન પીરિયડ રહેશે નહીં.
RBIનો નવો નિયમ શું છે?
રિઝર્વ બેંકે સ્પષ્ટ સૂચના આપી છે કે જો કોઈ વ્યક્તિને વ્યવસાયિક હેતુ સિવાય અન્ય કોઈ હેતુ માટે ફ્લોટિંગ રેટ લોન આપવામાં આવી હોય, તો તેના પર કોઈ પ્રીપેમેન્ટ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. RBIએ બધી બેંકો અને નિયમનકારી સંસ્થાઓ (RE) જેમ કે નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFCs) ને આ સૂચના આપી છે.
આ નિર્ણયથી કોને થશે ફાયદો
RBI એ કહ્યું છે કે આ ચાર્જ હોમ લોન, પર્સનલ લોન અને અન્ય નોન-બિઝનેસ લોન પર વસૂલવામાં આવશે નહીં. બિઝનેસ માટે લેવામાં આવેલી લોન, જે કોઈ વ્યક્તિ અથવા નાના ઉદ્યોગ (માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝ – MSE) ને આપવામાં આવી છે, તેના પર પણ મોટી બેંકો (કોમર્શિયલ બેંકો) કોઈ પ્રીપેમેન્ટ ચાર્જ વસૂલશે નહીં.
આ નિયમો બધી કોમર્શિયલ બેંકો (પેમેન્ટ બેંકો સિવાય), સહકારી બેંકો (કોઓપરેટિવ બેંકો), NBFC અને ઓલ ઇન્ડિયા ફાઈનાન્શિયલ ઇન્સ્ટીટ્યૂશન્સ પર લાગુ પડશે.
જાણો રિઝર્વ બેંકે આ નિર્ણય કેમ લીધો?
રિઝર્વ બેંકે માહિતી આપી કે લોન આપતી સંસ્થાઓ પ્રી-પેમેન્ટ ચાર્જના નામે તેમની ઇચ્છા મુજબ ચાર્જ વસૂલ કરી રહી હતી. જેના કારણે ગ્રાહકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
એવું પણ જોવા મળ્યું કે કેટલીક કંપનીઓ એવી શરતો અને નિયમો લાદી રહી હતી, જેના કારણે ગ્રાહકો અન્ય સંસ્થાઓ કે કંપનીઓ પાસેથી લોન ન લઈ શકે. હવે આ જાહેરાત પછી, ઉદ્યોગપતિઓ સરળતાથી ઓછા વ્યાજની લોન તરફ સ્વિચ કરી શકશે. આ સાથે, નાણાકીય સંસ્થાઓ અને બેંકોની મનમાની પણ બંધ થશે.
દરેકને લાગૂ થશે આ નિયમ
ઉધાર લેનાર વ્યક્તિએ પ્રી-પેમેન્ટ માટે પૈસા ક્યાંથી ભેગા કર્યા છે, સંપૂર્ણ બાકીની રકમ ચૂકવી રહ્યા છે કે આંશિક, આ બાબતોની નવી સૂચનાઓ પર કોઈ અસર થશે નથી. આ સૂચનાઓ દરેકને લાગુ પડશે.
ફિક્સ્ડ ટર્મ લોન અને ઓવરડ્રાફ્ટ પર અસર
નવા નિયમો અનુસાર, જો ફિક્સ્ડ ટર્મ લોનમાં પ્રી-પેમેન્ટ ચાર્જ વસૂલવામાં આવે તો પણ તે ફક્ત પ્રી-પેઇડ રકમ પર આધારિત હોવો જોઈએ. ઓવરડ્રાફ્ટ અથવા કેશ ક્રેડિટના કિસ્સામાં જો ઉધાર લેનાર સમય પહેલાં રિન્યુ ન કરવાની જાણ કરે છે અને નિયત તારીખે લોન બંધ કરે છે, તો કોઈ પ્રી-પેમેન્ટ ચાર્જ વસૂલવામાં આવશે નહીં.
KFS માં આપવી પડશે સ્પષ્ટ માહિતી
KFS માં આપવી પડશે સ્પષ્ટ માહિતી RBI એ એવો પણ નિર્દેશ આપ્યો છે કે લોન મંજૂરી પત્ર, કરાર અને Key Facts Statement (KFS) માં પ્રી-પેમેન્ટ ચાર્જ સંબંધિત તમામ નિયમો વિશેની માહિતી સ્પષ્ટપણે ઉલ્લેખિત હોવી જોઈએ. જો કોઈ ચાર્જ પહેલાથી KFS માં નોંધાયેલ નથી, તો તે પછીથી વસૂલ કરી શકાશે નહીં.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ગ્રાહકો માટે આ નિર્ણયનો અર્થ
આ નિર્ણયનો અર્થ એ છે કે જો તમે ફ્લોટિંગ રેટ પર લોન (જેમ કે હોમ લોન) લીધી હોય અને તમે તેને નિર્ધારિત સમય પહેલાં થોડી અથવા બધી ચૂકવવા માંગતા હો, તો બેંક અથવા નાણાકીય કંપની તમારી પાસેથી કોઈપણ પ્રી-પેમેન્ટ દંડ વસૂલ કરી શકશે નહીં. પણ શરત એ છે કે લોન 1 જાન્યુઆરી, 2026 ના રોજ અથવા તે પછી મંજૂર અથવા રીન્યૂ કરવામાં આવે.
હવે નહીં થાય આવું
અત્યાર સુધી, બેંકો સમયાંતરે આ ચાર્જ વસૂલતી હતી જેથી ગ્રાહક બીજી બેંકમાંથી સસ્તી લોન પર સ્વિચ ન કરી શકે અથવા તેને વહેલા ચૂકવી ન શકે. આનાથી તેમને સંપૂર્ણ વ્યાજ મેળવવાની તક મળતી હતી, પરંતુ, હવે આવું થશે નહીં. આરબીઆઈનો આ નિર્ણય પારદર્શિતા અને ગ્રાહકના અધિકારોને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું છે. ખાસ કરીને તેમના માટે કે જેઓ વ્યાજ દરમાં ઘટાડાનો લાભ લેવા માંગે છે.