ગુજરાતમાં હવે આ તારીખથી ઘરે બેઠાં બની જશે લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સ; RTO ઓફિસ જવાની ઝંઝટ ખતમ…

WhatsApp Group Join Now

ડ્રાઇવિંગ લાઇસન્સ એ વાહન ચલાવતા દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. તેના વગર વાહન ચલાવવાથી દંડ ભરવાનો વારો આવી શકે છે.

જો તમે વાહન ચલાવતા શીખી રહ્યા હોવ તો પણ તમારી પાસે લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે. લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે એક ટેસ્ટ આપવો પડે છે. આથી ઘણા લોકો લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાનું ટાળે છે અને આવા કિસ્સાઓમાં તેમને ઘણી વખત ચલણ પણ ભરવું પડે છે.

ટેસ્ટ આપવા માટે RTO ઓફિસ જવું અને લાંબી લાઈનમાં ઉભા રહેવું એ લોકો માટે મોટી સમસ્યા બની જાય છે. પરંતુ લર્નિંગ લાયસન્સ માટે હવે ઓનલાઇન અરજી કરી શકાય છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

રાજ્યમાં 7 જુલાઈથી ફેસલેસ લર્નિંગ લાઇસન્સ સેવાનો પ્રારંભ થશે. જેમાં તમે ઘરે બેઠા જ અરજદારો ઓનલાઈન લર્નિંગ લાઇસન્સની પરીક્ષા આપી શકશે. સમાંતર લર્નિંગ લાઇસન્સ મેળવવાની જૂની પદ્ધતિ પણ ચાલુ રહેશે.

WhatsApp Group Join Now

Leave a Comment