આજકાલ લીવરની બિમારીઓ ખુબ જ સામાન્ય થઇ ગઈ છે. તેનો સમય પર ઈલાજ કરવો જરૂરી છે, નહીં તો દેખાવમાં સામાન્ય લાગતી આ સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.ચાલો જાણીએ કે કયા ડ્રિંક્સ નિયમિત રીતે પીવાથી ફેટી લીવરની બીમારીમાંથી રાહત મળી શકે છે?
ફેટી લીવર શું છે?
લીવરમાં ચરબી વધારે જમા થવાને કારણે ફેટ વધી જાય છે. આ સમસ્યાને ફેટી લીવર ડિઝીઝ કહે છે. આ મુખ્યત્વે આપણા લાઈફસ્ટાઇલ સાથે જોડાયેલી સમસ્યા છે, જે આજે ખાસ કરીને યુવાઓ અને મહિલાઓમાં ઘણી જોવા મળે છે.

ફેટી લીવર પાછળ મોટું કારણ છે આપણો ખરાબ ખોરાક જેમ કે વધુ મીઠું, મેદો અને તળેલું ખાવું. આ સમસ્યાને દૂર કરવા માટે તમે તમારા દૈનિક જીવનમાં કેટલાક હેલ્ધી ડ્રિંક્સને સામેલ કરી શકો છો.
બ્લેક કોફી
બ્લેક કોફી ફેટી લીવર દૂર કરવા માટે સૌથી અસરકારક માનવામાં આવે છે. રોજે રોજ ખાલી પેટે બ્લેક કોફી પીવાથી માત્ર 21 દિવસમાં જ આરોગ્યમાં સુધારો દેખાશે.
લીંબુ પાણી
લીંબુ પાણી પણ ફેટી લીવર દૂર કરવામાં ખૂબ અસરકારક છે. સતત 21 દિવસ સુધી લીંબુ પાણી ખાંડ વગરનું પીવો અને પછી તેના ફેરફારો જુઓ. લીંબુ ચરબી ઓછી કરે છે અને શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર કાઢે છે.
હળદર દૂધ
દૂધ પોતે ચરબીનો સ્ત્રોત છે, પણ જો લાઇટ અને લો-ફેટ દૂધમાં હળદર નાખીને નિયમિત રીતે પીવામાં આવે તો લીવરની બીમારીઓથી બચવામાં ઘણો ફાયદો થાય છે.
આમળાનો જ્યુસ
આમળા વિટામિન-સી અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તેનો જ્યુસ પીવાથી લીવર સંબંધી બીમારીઓ દૂર કરવામાં મદદ મળે છે. લીવર પર જામી ગયેલી ચરબી ધીમે ધીમે ઓગળી જાય છે અને તેની કાર્યક્ષમતા વધે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ગ્રીન ટી
ગ્રીન ટી પીવાથી આપણા શરીરને અનેક પ્રાકૃતિક એન્ટિઓક્સિડન્ટ અને સારા પોષક તત્ત્વો મળે છે. આ ચા, દૂધ વાળી ચાની સરખામણીમાં, આપણાં સર્વાંગી આરોગ્ય માટે વધારે લાભદાયી છે. તે શરીરનું ડિટોક્સિફિકેશન પણ કરે છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.