એ વાત તો સાચી છે કે હજુ પણ આપણે ત્યાં periods એટલે કે માસિક ધર્મ વિશે ખૂલીને વાત કરતાં મહિલાઓને સંકોચ થાય છે. આપના ઘરમાં પણ પિરિયડ્સને લઈને યારે ખૂલીને વાત થતી નથી અને તેથી મોત ભાગના પુરુષો પણ પોતાની પત્ની સાથે આ અંગે વાત કરતાં ખચકાટ અનુભવે છે.
પિરિયડ્સને લઈને હજુ પણ ઘણા myths અને ઘણી ગેરમાન્યતા અને પ્રશ્નો લોકોના મનમાં હોય છે અને એમાં પણ સૌથી સામાન્ય સવાલ જે પુરુષ અને મહિલાઓના મનમાં હોય છે તે એવો હોય છે કે શું કોઈ મહિલાના પીરિયડ્સ એટલે કે માસિક ધર્મમાં હોય ત્યારે તે પ્રેગ્નેન્ટ થઈ શકે છે કે નહિ? આ પિરિયડ સાઇકલમાં કયા એવા દિવસો છે જ્યારે પ્રેગ્નેન્ટ થવાના સૌથી વધુ ચાન્સિસ હોય છે.

સૌથી પહેલા તો એ જાણીએ કે પીરિયડ્સ કેમ આવે છે? તો મહિલાઑના શરીરમાં દર મહિને એક નેચરલ પ્રોસેસ થાય છે. જેને કહે છે menstrual cycle – એટલે કે પીરિયડ્સ કહેવામાં આવે છે. એક ચોક્કસ ઉંમરે પહોંચ્યા પછી એક બાળકી માતૃત્વ ધારણ કરવાની ક્ષમતા ધરાવતી થાય છે.
સ્ત્રીના શરીરમાં હોર્મોન્સ દર મહિને એક નવું egg તૈયાર કરે છે. ચોક્કસ દિવસોના અંતરાલ ( આશરે 25-28 દિવસ)માં આ egg રીલીઝ થાય છે જેને Ovulation કહેવાય છે.
આ ovulation દરમિયાન સ્ત્રીના માતૃત્વ ધારણ કરવાના chances સૌથી વધુ હોય છે. જો આ egg fertile ના થાય તો તે શરીર અંદર બનેલી લાઇનિંગ એટલે કે uterusની દિવાલ તેને બહાર કાઢે છે. જેને આપણે પીરિયડ્સ કહીએ છીએ.
પીરિયડ્સ ક્યારે આવે?
સામાન્ય રીતે પીરિયડ્સ દર 28-30 દિવસે આવે છે. પણ દરેક મહિલાની પિરિયડ cycle થોડી અલગ હોઈ શકે છે અને સામાન્ય રીતે આ પીરિયડ્સ 3 થી 7 દિવસ સુધી રહે છે.
હવે પ્રશ્ન એ છે કે શું પીરિયડ્સ દરમિયાન પણ મહિલાઓ પ્રેગ્નેટ થઈ શકે છે ? તો તેનો જવાબ છે હા પણ આના ચાન્સીસ ખૂબ ઓછા હોય છે. આને વધુ ડિટેલમાં સમજીએ તો પિરિયડ્સના શરૂઆતના દિવસોમાં પ્રેગ્નેટ થવાની સંભાવના ખૂબ ઓછી એટલે કે 1-2 ટકા જેટલી હોય છે.
જો પિરિયડ્સના છેલ્લાં દિવસોમાં અને એમાં પણ જો તમારી પિરિયડ સાઇકલ નાની છે એટલે કે 3-5 દિવસ સુધી જ પીરિયડ્સ રહે છે એવામાં પ્રેગ્નન્સી શક્યતા 10-20% સુધી પહોંચી જાય છે.
એટલું જ નહીં સ્પર્મ (પુરુષ વીર્ય) શરીરમાં અંદર 4-5 દિવસ સુધી જીવતું રહી શકે છે એટલે જેમની પિરિયડ સાઇકલ નાની છે એટલે કે 5-7 દિવસની જ છે તો પીરિયડ્સ દરમિયાન તમારે પ્રેગ્નેન્ટ થવાના ચાન્સીસ વધુ છે.
આ સિવાય એ પણ જાણી લઈએ કે કયા એવા દિવસો છે જ્યારે પ્રેગ્નેટ થવાના સૌથી વધુ ચાન્સીસ હોય તો એવું કહેવાય છે કે Ovulationના 5 દિવસ પહેલાં અને Ovulationના દિવસે મળીને 6 દિવસનું વિંડો સૌથી ફર્ટાઈલ માનવામાં આવે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ઉદાહરણ દ્વારા સમજીએ તો જેમની પિરિયડ સાઇકલ 28 દિવસની છે તો Ovulation સામાન્ય રીતે પિરિયડ શરૂ થયા બાદ 14મો દિવસ આવે છે એટલે પીરિયડ્સ શરૂ થયા પછીના 10 થી 16 સુધીના દિવસો સૌથી વધુ પ્રેગ્નન્ટ થવાના હોય છે. એવામાં પણ 13, 14 અને 15 આ ત્રણ દિવસોમાં સૌથી વધુ ચાન્સ હોય છે.
દરેક મહિલાની પિરિયડ સાઇકલ અલગ અલગ હોય છે એટલે આ ટ્રેક રાખવા માટે તમે પીરિયડ્સ અને Ovulation tracking apps છે તેનો ઉપયોગ કરી શકો છો.આ ઉપરાંત તમારા ગાયનેકોલોજિસ્ટની સલાહ લઈ શકો છો.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.