ઘણા લોકોની સમસ્યા એ છે કે જો ખાતામાં પૈસા ન હોય તો બેંક દ્વારા સરેરાશ મિનિમમ બેલેન્સ ચાર્જ કાપવામાં આવે છે. પરંતુ હવે બચત ખાતાના ગ્રાહકોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તાજેતરમાં, SBI સહિત 5 મોટી બેંકોએ સરેરાશ માસિક બેલેન્સ તરીકે વસૂલવામાં આવતા ચાર્જને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધો છે.
એટલે કે, હવે જો તમારું ખાતું ખાલી રહેશે તો પણ બેંક દ્વારા કોઈ ચાર્જ કાપવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે બેંકોએ હવે લઘુત્તમ બેલેન્સ ચાર્જ (Average Minimum Balance Charges) નાબૂદ કરી દીધો છે.

તમને જણાવી દઈએ કે બેંકો તરફથી મિનિમમ બેલેંસ ન હોવા પર એક નિશ્ચિત ચાર્જ કાપવામાં આવતો હતો આ અંગે ઘણીવાર લોકોએ તે અંગે ચિંતા પણ વ્યક્ત હતી. કારણ કે, ઘણીવાર લોકો મિનિમમ બેલેન્સ જાળવી ન શકતા તેમના ખાતામાંથી પૈસા કપાઈ જતા હતા.
1- બેંક ઓફ બરોડા
બેંક ઓફ બરોડાએ 1 જુલાઈ, 2025 થી લઘુત્તમ બેલેન્સ શરતો પૂર્ણ ન કરવા બદલ તમામ પ્રમાણભૂત બચત ખાતાઓ પર વસૂલવામાં આવતા ચાર્જ નાબૂદ કરી દીધા છે. જોકે, પ્રીમિયમ બચત ખાતા યોજનાઓ પર આ ચાર્જ નાબૂદ કરવામાં આવ્યો નથી.
બેંક ઓફ બરોડાએ લઘુત્તમ બેલેન્સની શરતો પૂરી ન કરવા બદલ બેંક ગ્રાહકો પાસેથી કોઈપણ ચાર્જ ન લેવાનો પણ નિર્ણય લીધો છે. બેંક ઓફ ઈન્ડિયાની પ્રેસ રિલીઝ અનુસાર, બદલાતી બજાર પરિસ્થિતિઓ અને નાણાકીય સુગમતા વધારવાના ઉદ્દેશ્યથી આ ફેરફાર કરવામાં આવ્યો છે.
2- ઈન્ડિયન બેંક
ઇન્ડિયન બેંકે પણ લઘુત્તમ બેલેન્સ ચાર્જ સંપૂર્ણપણે નાબૂદ કરવાની જાહેરાત કરી છે. 7 જુલાઈ, 2025 થી તમામ પ્રકારના બચત ખાતાઓ પર સરેરાશ લઘુત્તમ બેલેન્સ ચાર્જ નાબૂદ કરવામાં આવ્યો છે.
3- કેનેરા બેંક
કેનેરા બેંકે આ વર્ષે મે મહિનામાં નિયમિત બચત ખાતાઓ સહિત તમામ પ્રકારના બચત ખાતાઓ પર લઘુત્તમ બેલેન્સ ચાર્જ નાબૂદ કર્યો છે. આમાં પગાર અને NRI બચત ખાતાઓ પણ શામેલ છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
4- PNB
પંજાબ નેશનલ બેંકે તેના ગ્રાહકોને રાહત આપતા તમામ પ્રકારના બચત ખાતાઓ પર લઘુત્તમ સરેરાશ બેલેન્સ ચાર્જ પણ નાબૂદ કર્યો છે.
5- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
2020થી સરેરાશ લઘુત્તમ બેલેન્સ ચાર્જ કરતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પણ હવે તેને નાબૂદ કરી દીધી છે. એટલે કે, હવે બચત ખાતા પર લઘુત્તમ બેલેન્સની શરતો પૂરી ન થાય તો પણ કોઈ ચાર્જ લાગશે નહીં.