× Special Offer View Offer

Land Record Update: ખેડૂતો માટે ખુશખબરી, હવે જમીન રેકોર્ડમાં થતાં ફેરફારની માહિતી તમારા મોબાઈલ પર જ મળશે!

WhatsApp Group Join Now

Land Record Update Alert: ગુજરાતના મહેસૂલ વિભાગે ખેડૂતોના હિતમાં એક મોટી પહેલ શરૂ કરી છે. હવે રાજ્યના તમામ ખેડૂતોએ પોતાની જમીનના 7/12 ઉતારામાં પોતાનો આધાર કાર્ડ અને મોબાઇલ નંબર લિંક કરવો પડશે. તે પછી કોઈપણ પ્રકારના જમીન રેકોર્ડમાં ફેરફાર થતો હોય તો તેના સંબંધિત માલિકોને તાત્કાલિક SMS દ્વારા જાણ મળશે.

ટ્રાન્સપેરન્સી અને સુરક્ષા બંનેમાં વધારો

આ પગલાનું મુખ્ય ઉદ્દેશ છે જમીન વ્યવહારોમાં પારદર્શિતા લાવવી અને કોઈપણ છેતરપિંડી રોકવી. ખાસ કરીને ત્યારે વધુ ઉપયોગી બને છે, જ્યારે જમીનના માલિક તરીકે અનેક સહમાલિકો નોંધાયેલા હોય. હવે જો કોઇ સહમાલિક વિના જાણે ફેરફાર કરાવવાનો પ્રયાસ કરે, તો તમામ સહમાલિકોને તરત SMS મળે એવી વ્યવસ્થા ઉભી કરાઈ છે.

વારસાગત માલિકીમાં પણ હશે આનો વિશેષ ફાયદો

ગુજરાતમાં ઘણી જગ્યાએ ખેતીલાયક જમીન વારસામાં મળતી હોવાના કારણે એકથી વધુ માલિકોની એન્ટ્રી હોય છે. આવા સંજોગોમાં હવે દરેક સહમાલિકનો મોબાઇલ નંબર અને આધાર લિંક થઈ જાય, તો રેકોર્ડમાં ફેરફારની જાણકારી દરેકને મળશે અને કોઈ પણ ગુપ્ત વ્યવહાર અથવા કૌભાંડ અટકાવી શકાય.

ખેડૂતોએ શું કરવું પડશે?

આ લિંકિંગની પ્રક્રિયા માટે ખેડૂત મિત્રો તેમના ગામના ઈ-ધરા કેન્દ્ર પર જઈને જરૂરી વિગતો આપી શકે છે. હાલ સરકારે રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે જેથી એકપણ ખેડૂત આ વ્યવસ્થાથી વંચિત ન રહે.

સરકારની ડિજિટલ પહેલ સાથે જોડાઈ ખેડૂતોની ભલાઈ

મહેસૂલ વિભાગના જણાવ્યા અનુસાર, ખેડૂતોએ પીએમ કિસાન સન્માન નિધિ જેવી વિવિધ યોજનાઓ માટે જે આધાર અને મોબાઈલ નંબરો નોંધાવ્યા છે, તે જ વિગતો જમીનના રેકોર્ડમાં લિંક થશે. આથી, રેકોર્ડ વધુ સચોટ રહેશે અને ખેડૂતના દસ્તાવેજોની ચોકસાઈ પણ વધશે.

જમીન વ્યવહારોમાં વિશ્વસનીયતા અને સુરક્ષા

Land Record Update Alert સુવિધાથી હવે જમીન સાથે સંબંધિત કોઈ પણ નાની-મોટી નોંધણી કે ફેરફારની સીધી જાણકારી ખેડૂત સુધી પહોંચશે. એટલે હવે કોઈપણ અજાણમાં જમીન વેચાઈ જવા અથવા તેના ઉપયોગમાં ફેરફાર થવાના પ્રસંગો ટાળી શકાશે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

હવે દરેક નોંધણીની તમને થશે સીધી જાણ

આ નવી વ્યવસ્થા ખેડૂતો માટે સંરક્ષણ કવચ સમાન છે. જ્યાં પહેલાં રેકોર્ડમાં ફેરફાર થઇ જતો અને પછી ખબર પડતી, હવે SMS એલર્ટથી પહેલા દિવસથી જાણકારી મળી રહેશે. ખાસ કરીને જમીન વેચાણ, N.A. રૂપાંતર કે સહમાલિકીમાંથી કોઈનું નામ કાઢવાનું હોય તો પણ તમામની મંજૂરી વગર કંઈ શક્ય નહીં થાય.

WhatsApp Group Join Now

Leave a Comment