ઘણી વાર લોકો ફરવા જાય ત્યાં હોટલમાં રૂમ બુક કરાવે છે. ત્યારે રૂમમાંથી ઘણી ચીજો ઘરે લઈને આવતા હોય છે, પરંતુ શું તમને ખબર છે કે તમે કઈ વસ્તુઓ એકદમ મફતમાં ઘરે લાવી શકો છો.
આજના સમયમાં લોકો ફરવાના શોખીન છે. પરિવાર કે પાર્ટનર સાથે ફરવા જાય છે. જ્યારે પણ લોકો ફરવા જાય છે ત્યારે લોકો હોટલ જરૂરથી બૂક કરાવતા હોય છે.

પરંતુ શું તમે જાણો છો કે જ્યારે તમે હોટલમાં રહેવા માટે હોટલનો રૂમ બુક કરો છો, ત્યારે એવી ઘણી વસ્તુઓ હોય છે જે તમે એકદમ ફ્રીમાં ઘરે પણ લાવી શકો છો. ચાલો જાણીએ કે કઈ એવી વસ્તુઓ છે જેને તમે હોટલના રૂમમાંથી તમારી બેગમાં કોઈપણ સંકોચ વિના ઘરે લાવી શકો છો.
સામાન્ય રીતે હોટલના રૂમમાં વ્યક્તિને દરરોજ જરૂરી હોય તેવી તમામ વસ્તુઓ હોય છે. જેમાં બેડ, ટેબલ, સોફા, ખુરશી, ટીવી, એસી, મિરર, ચા અને કોફી મેકર મશીન, કબાટ, ટોયલેટમાં દરરોજ વપરાતી સામાન્ય વસ્તુઓ વગેરેનો સમાવેશ થાય છે.
લગભગ દરેક પ્રકારની હોટલમાં સાબુ, કાંસકો, નાના-મોટા ટુવાલ, શાવર કેપ, ચપ્પલ, શેમ્પૂ, બોડી વોશ, બ્રશ, ટૂથપેસ્ટ, ડસ્ટબીન, ટિશ્યુ પેપર વગેરે વસ્તુઓ હોય છે. જો તમે 5 સ્ટાર હોટલમાં રૂમ બુક કરાવ્યો હોય, તો સુવિધાઓ અને વસ્તુઓ કદાચ વધુ હશે. મોટી હોટલોમાં મોંઘા ચિત્રો, ટેબલ લેમ્પ, ઘડિયાળો વગેરે પણ મુકવામાં આવે છે.
હોટેલમાંથી ઘરે શું લઈ શકો છો?
ટૂથ બ્રશ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, ટીશ્યુ પેપર, બોડી વોશ, તેલ, કાંસકો, બોડી લોશન જેવી વસ્તુઓ વન ટાઈમ યુઝ માટે હોય છે જે તમે ઘરે લઈ શકો છો. જો તમે તેનો ઉપયોગ ન કર્યો હોય તો તેને તમારી બેગ મુકીને ઘરે લઈ જઈ શકો છો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
હોટેલમાંથી કઈ વસ્તુઓ ઘરે લઈ જઈ શકાતી નથી
કેટલીક હોટલોમાં તમે ચપ્પલ અને ટુવાલ પણ લઈ શકો છો, પરંતુ કોઈપણ સમયે તમે બેડશીટ, ઓશીકાના કવર, ચિત્રો, સુશોભનની વસ્તુઓ, હેંગર, ટેબલ ઘડિયાળ, ફૂલના વાસણ, કોફી, ચા મેકર મશીન, પ્રેસ, હેર ડ્રાયર પણ લઈ શકો છો. આમાંથી કોઈપણ વસ્તુ તમે ઘરે લઈ જઈ શક્તા નથી.










