મેનોપોઝની ચર્ચા ખૂબ વધી છે. ઉમર વધવાની સાથે હાર્મોનમાં થતા બદલાવોમાં મહિલાઓની સાથે પુરુષો પણ અસહજ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. પરંતુ આ ક્યારે થાય છે? શું મહિલાઓની જેમ જ પુરુષો પણ મૂડ સ્વિંગ અનુભવે છે? સમસ્યા થાય તો શું કરવું? આવા ઘણા સવાલોને લઈને નિષ્ણાતો સલાહ આપે છે. તો ચાલો આના વિષે વિગતે માહિતી મેળવીએ.
શું હોય છે મેલ મેનોપોઝ?
નિષ્ણાતો અનુસાર, એન્ડ્રોપોઝ, જેને સામાન્ય લોકો “પુરુષ રજોનિવૃત્તિ” કહે છે, જે મહિલાઓમાં થતી રજોનિવૃત્તિ સમાન નથી. જોકે તેમાં અમુક સમાનતાઓ છે. પુરુષોમાં ઉંમર વધવાની સાથે ટેસ્ટોસ્ટેરોન હાર્મોનના લેવલમાં ધીમે-ધીમે થતાં ઘટાડાને દર્શાવે છે, જે સામાન્ય રીતે 50ની ઉંમર આસપાસ થાય છે અને ધીરે-ધીરે વધે છે. ડૉક્ટર અનુસાર, આની અસર પ્રજનન ક્ષમતા પર નથી પડતી.

શુ હોય છે લક્ષણો?
એંડ્રોપોઝમાં થાક, કામવાસનામાં ઘટાડો, મૂળ સ્વિંગ, માંસપેશીઓમાં ખામી, ફેટ વધવા જેવા લક્ષણો સામેલ છે. આ પરિવર્તન ટેસ્ટોસ્ટેરોનના ઘટતા સ્તરથી જોડાયેલા હોય છે, પરંતુ તણાવ, જૂની બીમારી કે જીવનશૈલીની આદતો જેવા કારકોથી પણ વધી શકે છે.
કેટલું ખતરનાક હોય છે મેલ મેનોપોઝ?
શું આનાથી ડરવાની જરૂર છે? આનો જવાબ આપતા નિષ્ણાતો કહે છે, “ના, પુરુષોને એન્ડ્રોપોઝ વિષે જાણ હોવી જોઇએ પરંતુ આના વિશે “ચિંતા” કરવી જરૂરી નથી. આ વધતી ઉંમરની સ્વાભાવિક પ્રક્રિયા છે, મોટા ભાગના લોકોને માત્ર હળવા લક્ષણો જ અનુભવાય છે. જોકે, જે લોકોને વધારે સમસ્યા થાય છે તો તેમણે એક્સપર્ટની મુલાકાત લેવી જોઇએ.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
રક્ત પરીક્ષણો ટેસ્ટોસ્ટેરોનનું સ્તર નક્કી કરી શકે છે, અને જો તે અસામાન્ય રીતે ઓછું હોય, તો ટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટ થેરાપી (TRT) એક વિકલ્પ હોઈ શકે છે. TRT નો ઉપયોગ ફક્ત તબીબી દેખરેખ હેઠળ જ થવો જોઈએ, કારણ કે તે હૃદયની સમસ્યાઓનું કારણ બની શકે છે અને પ્રોસ્ટેટ સમસ્યાઓનું જોખમ વધારી શકે છે.”
કેવી રીતે કરી શકાય બચાવ?
આ બાબતે હેલ્થ એક્સપર્ટ હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવાની સલાહ આપે છે. તેમણે કહ્યું, એન્ડ્રોપોઝના પ્રભાવોને નિયમિત વ્યાયામ, સંતુલિત આહાર, પૂરતી ઊંઘ, તણાવ વ્યવસ્થાપન અને ધૂમ્રપાન કે વધુ પડતા દારૂનું સેવન ટાળી શકાય છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.