મોટાભાગનાં લોકોનાં રસોડામાં બટાકા હોય છે. બટાકા સ્કિન કેર માટે અનેક રીતે ગુણકારી છે. બટાકાનાં રસથી સ્કિનને લગતી અનેક સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકો છો.
બટાકાનો રસ ડાર્ક સર્કલ, કાળા ડાઘ ધબ્બા, પિગમેન્ટેશનથી લઈને બીજા અનેક સ્કિન પ્રોબ્લેમ્સમાંથી છુટકારો મળી જાય છે. તો જાણો બટાકાનો રસ કેવી રીતે સ્કિન પર એપ્લાય કરશો?

ચહેરા પર બટાકાનો રસ લગાવવાનાં ફાયદા
સ્કિન ટેનિંગની સમસ્યા દૂર થાય
બટાકાના રસમાં પોલીફેનોલ હોય છે જે ત્વચાને સૂરજનાં હાનિકારક કિરણોથી બચાવે છે અને ટેનિંગની સમસ્યા દૂર કરે છે. ત્વચાની રંગત સુધારવા માટે તમે બટાકાનો રસ સ્કિન પર એપ્લાય કરી શકો છો. બટાકાનાં રસમાં જિંકની માત્રા ભરપૂર હોય છે જે શરીરમાં આવતા સોજાને દૂર કરે છે.
ત્વચાનો રંગ નિખારે
બટાકાનાં રસમાં આયર્નની માત્રા સારામાં સારી હોય છે જે ત્વચાનો રંગ સુધારવામાં મદદ કરે છે. આમ, તમારી સ્કિન ડલ થઈ ગઈ છે અને તમે બટાકાનો રસ લગાવશો તો ત્વચા પર મસ્ત ચમક આવશે. આ ત્વચાને અંદરથી ડીપ ક્લીન કરવાનું કામ કરે છે. આ સાથે તમારી ત્વચાને ચમકદાર બનાવે છે. સ્કિનની હેલ્થ સુધારવાનું કામ કરે છે.
ડાઘ ધબ્બા દૂર કરે
તમારી સ્કિન પર ડાઘ ધબ્બા પડી ગયા છે તો તમે બટાકાનો રસ લગાવો. બટાકાનો રસ તમે નિયમિત સ્કિન પર લગાવો છો તો ડાઘ ધબ્બા દૂર થઈ જશે. આ સાથે સ્કિન નેચરલી ગ્લો કરશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ખીલ દૂર કરે
બટાકાનાં રસમાં એલેજિક એસિડ હોય છે જે ચહેરા પરનાં ખીલ દૂર કરવાનું કામ કરે છે. બટાકાનો રસ તમે દરરોજ સ્કિન પર લગાવો છો તો ખીલ અને ડાઘ દૂર થઈ જાય છે. બટાકાનો રસ લગાવવાથી રોમછિદ્રો ખુલી જાય છે જેનાં કારણે મૃત ત્વચાની કોશિકાઓમાંથી છુટકારો મળી જાય છે.
કરચલીઓ દૂર કરે
બટાકાનાં રસમાં વિટામીન સી હોય છે જે કોલેજન નિર્માણ માટે એક જરૂરી પોષક તત્વ છે. આ ત્વચાને મજબૂત બનાવે છે. આમ, તમે ડેઇલી બટાકાનો રસ લગાવો છો તો કરચલીઓ દૂર થઈ જાય છે. આ રસ તમારે રાત્રે ઊંઘતી વખતે ચહેરા પર લગાવવાનો છે. ત્યારબાદ સવારમાં ઊઠીને ફેસ પાણીથી ધોઈ દો.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.