Burning Feet: પગના તળિયામાં બળતરા કેમ થાય છે? જાણો તેના કારણો અને બળતરા શાંત કરવાના ઘરેલું ઉપાયો…

WhatsApp Group Join Now

ગરમીના દિવસોમાં ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે. શરીરનું તાપમાન વધવાથી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. જેમકે વધારે પરસેવો થવો, ચક્કર આવી જવા, માથામાં દુખાવો, સુસ્તી અને પગના તળીયામાં બળતરાની સમસ્યા થઈ શકે છે. પગના તળીયામાં બળતરા અને દુખાવો વધારે રાતના સમયે અનુભવાય છે.

શરીરમાં પાણીની ઊણપના કારણે પગના તળીયામાં બળતરા થઈ શકે છે. ડિહાઈડ્રેશનના કારણે બળતરા વધી પણ જાય છે.

આ સિવાય અન્ય કેટલીક બીમારીમાં પણ પગના તળીયામાં બળતરા થઈ શકે છે. તમને પણ ઉનાળામાં પગના તળીયા બળતા હોય તો આ ઘરેલુ ઉપાયોની મદદ લઈ શકો છો.

પગના તળીયા બળતા હોય તો આ રીતે મેળવો રાહત

એલોવેરા જેલ લગાડો

એલોવેરા જેલ ઠંડક આપવાનું કામ કરે છે. સ્કિનની બળતરા, દુખાવો અને ઈંફ્લેમેશનની સમસ્યાથી એલોવેરા જેલ રાહત આપે છે. તળીયામાં થતી બળતરાથી આરામ મેળવવા માટે એલોવેરા જેલથી માલિશ કરી શકાય છે.

બરફવાળા પાણીમાં પગ રાખવા

જો કોઈને વધારે બળતરા થતી હોય તો તેણે દિવસમાં 1 વાર ટબમાં બરફનું પાણી ભરી તેમાં પગ બોળી રાખવા. 20 થી 30 મિનિટ સુધી પગ બોળી રાખવાથી બળતરા દુર થશે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
મુલ્તાની માટીનો લેપ

બળતરા, દુખાવો અને સોજો દુર કરવા માટે પગમાં મુલ્તાની માટીનો લેપ પણ કરી શકાય છે. તેનાથી સ્કિનની સમસ્યાઓ પણ દુર થશે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment