કિડની આપણા શરીરનું મહત્વપૂર્ણ અંગ છે, જે લોહીને ફિલ્ટર કરવા, ઝેરી પદાર્થો બહાર કાઢવા અને શરીરના પાણી અને ઈલેક્ટ્રોલાઇટ સંતુલન બનાવી રાખવામાં મદદ કરે છે. તેવામાં કિડની ખરાબ થઈ જાય કે સારી રીતે કાર્ય ન કરે તો તેની અસર ધીમે-ધીમે શરીર પર જોવા મળે છે.
મુખ્ય રૂપથી રાતના સમયે કેટલાક લક્ષણ વધુ સ્પષ્ટ રૂપથી જોવા મળે છે, જે કિડની ડેમેજ તરફ ઈશારો કરે છે. જો સમય રહેતા આ લક્ષણ પર ધ્યાન ન આપવામાં આવે તો સ્થિતિ ગંભીર થઈ શકે છે. આવો જાણીએ રાત્રે જોવા મળતા કિડની ડેમેજના લક્ષણ?

રાત્રે વારંવાર પેશાબ લાગવો
કિડનીમાં ગડબડીની સ્થિતિમાં રાતના સમયે વારંવાર પેશાબ લાગી શકે છે. વારંવાર પેશાબ લાગવો કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડાનો સંકેત હોઈ શકે છે. હેલ્ધી કિડની યુરિનને કંટ્રોલ કરે છે, પરંતુ જ્યારે તે ડેમેજ થઈ જાય તો વારંવાર પેશાબ આવવા લાગે છે.
પગ અને પગની ઘૂંટીઓમાં સોજો
કિડની ખરાબ થવા પર શરીરમાં સોડિયમનું સંતુલન બગડી જાય છે, જેનાથી પાણી રોકાવા લાગે છે અને પગ, ઘૂંટીઓ અને હાથમાં સોજા આવવા લાગે છે. આ સોજાનો અનુભવ રાત્રે થઈ શકે છે. મુખ્ય રીતે જ્યારે તમે દિવસભરના થાક બાદ રાત્રે આરામ કરી રહ્યાં હોવ ત્યારે.
રાત્રે સ્કિન પર ખંજવાળ અને બળતરા
કિડની આપણા શરીરમાંથી ખરાબ પદાર્થ બહાર કાઢવાનું કામ કરે છે, પરંતુ જો તેમાં કોઈ સમસ્યા આવે તો સ્કિનમાં ગંદકી જમા થઈ શકે છે. જેના કારણે રાત્રે વધુ ખંજવાળ આવે અને બળતરા થાય છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
અનિંદ્રા અને થાક લાગવો
કિડની ડેમેજ થવાને કારણે શરીરમાં ટોક્સિન્સ વધી જાય છે, જેનાથી ઊંઘ આપવામાં સમસ્યા થઈ શકે છે. આ કારણે વ્યક્તિની ઊંઘ વારે-વારે ઉડી જાય છે કે અનિંદ્રા જેવી સમસ્યા થઈ શકે છે. સાથે દિવસભર થાક અને ઉર્જાની કમી જેવો અનુભવ થાય છે.
શ્વાસ લેવામાં થાય છે મુશ્કેલી
રાત્રે સૂવા સમયે કેટલાક લોકોને શ્વાસ લેવામાં સમસ્યા થાય છે. તે કિડની ફેલિયર સાથે જોડાયેલો એક ગંભીર સંકેત હોઈ શકે છે, કારણ કે ફેફસામાં ફ્લૂઇડ જમા થઈ જાય છે, આવી સ્થિતિમાં તત્કાલ ડોક્ટરની સલાહ લો.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.