Detox Your Mind: વ્યક્તિનું મગજ સતત ચાલતું રહે છે અને વિચારો પણ સતત આવે છે. પરંતુ દરેક વ્યક્તિના મનમાં મોટાભાગે નકારાત્મક વિચારો અને ખરાબ ભાવના વધારે આવે છે.
આ પ્રકારના વિચારોના કારણે વ્યક્તિ ચિંતા અવસાદ અને તણાવમાં રહે છે. તેથી જ મેન્ટલ ડિટોક્ષ જરૂરી છે. મેન્ટલ ડિટોક્ષ એટલે કે મગજને નકારાત્મક વિચારો અને ખરાબ ભાવનાથી મુક્ત કરવું. જો આ કામ કરી લેવામાં આવે તો વ્યક્તિના મોટાભાગના ટેન્શન દૂર થઈ જાય છે અને તે ખુશહાલ જીવન જીવી શકે છે.

આજના સમયમાં દરેક વ્યક્તિના જીવનમાં દોડધામ છે અને અલગ અલગ ચિંતાઓ હોય છે. આ ચિંતાઓનું મુખ્ય કારણ મનમાં આવતા નકારાત્મક વિચારો હોય છે. કામનું પ્રેશર, ઘરની જવાબદારી અને અંગત જીવનની સમસ્યાઓના કારણે લોકોની મેન્ટલ હેલ્થ ખરાબ રીતે પ્રભાવિત થાય છે. તેવામાં જો મનમાં આવતા નકારાત્મક વિચારોને દૂર કરવામાં ન આવે તો વ્યક્તિ ડિપ્રેશનમાં સરી પડે છે.
મેન્ટલ હેલ્થ ખરાબ થઈ રહી છે અને મગજને ડિટોક્ષ કરવાની જરૂર છે તે કેટલાક સંકેતો પરથી જાણી શકાય છે. વ્યક્તિના વિચાર, તેની વાતો અને બદલતી આદતોને નોટિસ કરીને જાણી શકાય છે કે મગજને તુરંત ડીટોક્સ કરવાની જરૂર છે.
ખરાબ મેન્ટલ હેલ્થના લક્ષણ
- સતત નકારાત્મક વિચાર આવવા
- લાગણી પર કંટ્રોલ ન રહેવો
- અન્ય લોકો સાથે રહેવામાં સમસ્યા થવી
- આત્મવિશ્વાસ ઘટી જવો
- સતત થાકનો અનુભવ થવો
- મૂડ સતત બદલવો
મગજને ડિટોક્સ કેવી રીતે કરવું?
– માનસિક સ્વાસ્થ્ય સુધારવા અને મગજને ડિટોક્સ કરવા માટે યોગ અથવા તો ધ્યાન કરવાની શરૂઆત કરો. તેનાથી મન શાંત થશે અને નકારાત્મક વિચારોને દૂર કરવામાં મદદ મળશે.
– દરેક વ્યક્તિની કેટલીક હોબી હોય છે. જો તમારા મનમાં ખરાબ વિચારો સતત આવતા હોય તો એવા કામ કરવાની શરૂઆત કરો જે તમને ગમતા હોય. જ્યારે તમે તમારું ગમતું કામ કરશો તો મનમાં ખરાબ વિચારો નહીં આવે.
– મગજને સ્વસ્થ રાખવું હોય તો શરીરને હેલ્થી અને ફીટ રાખવું જરૂરી છે. તેથી હેલ્દી આહાર લેવાનું રાખો. જો તમે હેલ્ધી વસ્તુઓનું સેવન કરશો તો માનસિક સ્વસ્થ પણ સુધરશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
– માનસિક સ્વાસ્થ્ય ખરાબ થવા પાછળ ઓછી ઊંઘ પણ જવાબદાર હોય છે. મગજને શાંત રાખવું હોય તો સાતથી આઠ કલાકની ઊંઘ નિયમિત કરવી. પૂરતી ઊંઘ કરવાથી મગજ સારી રીતે કામ કરી શકે છે.
– મનમાં આવતી સારી અને ખરાબ દરેક પ્રકારની બાબતોને વ્યક્ત કરવી જરૂરી છે. જો તમારી નજીક કોઈ વિશ્વાસુ વ્યક્તિ હોય તો તેની સાથે વાત કરવાનો રાખો અથવા તો ડાયરીમાં પોતાના વિચારોને લખી લો.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.