બાળકોને ખવડાવો આ નાનું એવું ફળ, તે આંચકી અને કેન્સર રોકવામાં મદદ કરશે…

WhatsApp Group Join Now

ઉનાળાની શરૂઆત થતા કેરી, દ્રાક્ષ અને સંતરા જેવા ફળો બજારમાં આવતા હોય છે. જેનાથી તમે વાકેફ હશો. પરંતુ એક રાયણ નામનું ફળ જેનું નામ તો તમે સાંભળ્યું હશે. પરંતુ તેના ગુણધર્મને કદાચ તમને ખ્યાલ નહિ હોય.

જોકે આ ફળ પણ ઉનાળામાં આવે છે, તે બજારમાં ઝુઝ જોવા મળે છે. ત્યારે ભાવનગર જિલ્લામાં રાયણ ઉનાળાના પ્રારંભે છૂટક લારી ધારકો પાસે જાહેરમાં જરૂર જોવા મળે છે.

પરંતુ રાયણની માંગ ઓછી હોવાથી બજારમાં ઝુઝ બે ચાર વેચાણ કરતાઓ વ્યાપારી વર્ગ હોય છે. રાયણના આરોગ્યની દ્રષ્ટિએ ફાયદાઓ ખૂબ છે અને તેમાં પ્રોટીન સહિતના તત્વો હોય છે.

ઉનાળામાં રાયણના ફાયદા

ઉનાળાના પ્રારંભમાં કેરી બજારમાં આવી જતી હોય છે. સાથે દ્રાક્ષ મોટા પ્રમાણમાં જોવા મળે છે. સંતરાની પણ બજાર વધી જતી હોય છે. ઉનાળામાં કેરી, દ્રાક્ષ, સંતરા આરોગવાનું પહેલેથી ચાલ્યું આવે છે. પરંતુ ઉનાળામાં એક ફળ ઉત્તર ગુજરાતનું આવે છે. જોકે તમે એના નામથી વાકેફ હશો, પરંતુ તેના ગુણધર્મથી નહીં.

આ ફળનું નામ છે રાયણ કે જે ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે પ્રમાણમાં થાય છે. ઉનાળામાં રાયણ બજારમાં જોવા મળે છે. આ પીળા કલરની રાયણ ઉનાળામાં ટૂંક સમય માટે જોવા મળે છે. કારણ કે, તેનું ઉત્પાદન અને માંગ ઓછી હોય છે. જોકે તેના ઘણા ફાયદાઓ રહેલા છે.

મોંઘી પણ ગુણકારી

રાયણનીકિંમત 50 રૂપિયાની 50 ગ્રામ આસપાસ હોય છે એટલે કે ખૂબ જ મોંઘી જરૂર કહી શકાય. પરંતુ આ રાયણ પીળી અને પૌષ્ટિક વર્ધક તેમજ આરોગ્ય વર્ધક હોવાને કારણે તેને પસંદ કરનારા લોકો તેનો સ્વાદ માણવાનું ચૂકતા નથી.આરોગવામાં મધુર અને પૌષ્ટિક પણ હોય છે. રાયણમાં એ, બી, સી વિટામિન અને 70 ટકા શર્કરા હોય છે.

રાયણમાં વિટામિનો અને કેવી ઉપયોગી બને?

ઉનાળામાં આવતી રાયણ આરોગ્ય વર્ધક અને પૌષ્ટિક વર્ધક એટલા માટે છે કે તેમાં A, B અને C જેવા વિટામિન અને 70 ટકા શર્કરા સાથે અન્ય તત્વો પણ હોય છે. ત્યારે ડોક્ટર માધવી પટેલે જણાવ્યું હતું કે, રાયણમાં કાર્બોહાઇડ્રેડ, ચરબી, કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ હોય છે. જેથી તે ગુણકારી બને છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

સ્નિગ્ધ, ધાતુ પુષ્ટિકારક હોવાથી રક્તવીરા વિકાર જેવી તકલીફમાં ઉપયોગમાં લેવાય છે. આ સાથે રાયણના વૃક્ષની છાલથી ગુમડા મટી જાય છે. જો રાયણના વૃક્ષના પાનને પેસ્ટ બનાવીને ગાલ ઉપર કોઈ ડાઘ હોય તો તેને બે અઠવાડિયા સુધી લગાવવામાં આવે તો તે દૂર થાય છે. તેનું વૃક્ષ અને ફળ રાયણ ખૂબ જ આયુર્વેદિક દ્રષ્ટિએ ફાયદાકારક છે.

મહત્વનું છે કે,રાયણ સૌથી વધારે પુરુષો માટે ઉપયોગી છે કારણ કે, તેના સેવનથી વીર્ય અને શુક્રાણુ બંને વધે છે. આ ઉપરાંત રાયણ શક્તિવર્ધક તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો પણ જોવા મળી શકે છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment