Tulsi Puja Niyam: તુલસી ભગવાન વિષ્ણુને પ્રિય છે. તુલસીને લક્ષ્મીજીનો અવતાર પણ ગણવામાં આવે છે. દરેક પવિત્ર કાર્યમાં તુલસીનો સમાવેશ કરવામાં આવે છે.
શાસ્ત્રોમાં કેટલીક એવી વિશેષ તિથિઓ વિશે જણાવેલું છે જે દિવસે તુલસીના પાન તોડવા કે તેનો સ્પર્શ કરવાની મનાઈ હોય છે. વિષ્ણુ પુરાણમાં આ અંગે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે.

વિષ્ણુ પુરાણ અનુસાર ચાર દિવસો એવા હોય છે જે દિવસે તુલસીના પાન તોડવા કે તુલસીનો સ્પર્શ કરવો દોષદાયક માનવામાં આવે છે. આજે તમને જણાવીએ આ દિવસો કયા છે અને જો આ દિવસે તુલસીનો સ્પર્શ થઈ જાય કે તેનું પાન તૂટે તો શું કરવું જોઈએ?
આ દિવસે ન તોડવા તુલસીના પાન
રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત છે. તુલસી શીતલતા સંબંધિત હોય છે. તુલસી અને સૂર્યની ઉર્જા વિપરીત હોય છે. શાસ્ત્રો અનુસાર રવિવારે તુલસી વિશ્રામ કરે છે તેથી આ દિવસે તુલસીનું પાન તોડવું નહીં.
એકાદશી
વિષ્ણુ પુરાણ અનુસાર એકાદશીની તિથિ પર તુલસી વ્રત અને ધ્યાનની અવસ્થામાં હોય છે તેથી આ દિવસે તુલસીનો સ્પર્શ કરવો પણ વર્જિત છે. એકાદશીના દિવસે તુલસી તોડવામાં આવે તો વ્રતનું પુણ્ય ઘટી જાય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે એકાદશી પર તુલસી પત્ર ગ્રહણ પણ કરવું નહીં.
બારસની તિથિ
એકાદશીના બીજા દિવસે એટલે કે બારસના દિવસે પણ તુલસીનું પાન તોડવાની મનાઈ હોય છે. ભગવાનને ભોગમાં પહેલાથી તોડેલા તુલસીના પાનનો જ ઉપયોગ કરવો જોઈએ. બારસના દિવસે પણ તુલસીનું પાન તોડવું નહીં. તુલસીના છોડ પાસે જો પાન પડી ગયા હોય તો તેનો ઉપયોગ કરી શકાય છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
અમાસની તિથિ
અમાસની તિથિ પિતૃઓને સમર્પિત હોય છે. આ દિવસે તામસિક પ્રવૃત્તિઓ ચરમ સીમા પર હોય છે. તુલસીની ઉર્જા સાત્વિકતાનું પ્રતીક છે. અમાસની તિથિ પર પણ તુલસીનો વર્જિત છે. આ દિવસે તુલસી સ્પર્શ કરવાથી પિતૃદોષ, રાહુ દોષ અને માનસિક ચિંતા વધે છે.
વર્જિત દિવસોમાં તુલસીનું પાન તૂટે તો શું કરવું ?
ધ્યાન રાખવા છતાં પણ જો અજાણતા વર્જિત દિવસોમાં તુલસીનું પાન તોડવાની ભૂલ થઈ જાય તો તુલસીની ક્ષમા યાચના કરવી જોઈએ. તુલસી પાસે ઘી નો દીવો કરીને આ મંત્રનો 11 વખત જાપ કરવો. “ક્ષમસ્વ તુલસિ દેવી અપરાધં મે ક્ષમ્યતામ્”
નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે – પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. અમારી વેબસાઈટ આની પુષ્ટિ કરતું નથી. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.










