PF Pension: પીએફમાં ખાતામાં જમા થયેલ પેન્શન મેળવવા માટે કેટલા વર્ષની નોકરી જરુરી? અહીં જાણો પીએફના નિયમો…

WhatsApp Group Join Now

ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લગભગ દરેક લોકોના પગારનો કેટલોક ભાગ પેન્શન તરીકે કપાય છે, જે દર મહિને તેમના PF ખાતામાં જમા થાય છે. જેમાં તમને માત્ર સારું વળતર જ નથી મળતું, પરંતુ તમારા પેન્શનનું ટેન્શન પણ સમાપ્ત થાય છે.

પીએફ એકાઉન્ટ ધારકોને EPS-95 હેઠળ પેન્શનનો લાભ આપવામાં આવે છે. જો કે આ માટે કેટલીક શરતો છે. ચાલો જાણીએ તેની સંપૂર્ણ પ્રક્રિયા…

પેન્શન મેળવવા માટેના નિયમો

  • EPFO ​​ના નિયમો અનુસાર કર્મચારી 10 વર્ષ સુધી કામ કર્યા પછી પેન્શન મેળવવા હકદાર બને છે. આ યોજના 58 વર્ષની ઉંમર સુધી પહોંચતા કર્મચારીઓને પેન્શન લાભોની ખાતરી આપે છે. આ ઉપરાંત જો કોઈ કર્મચારી સંપૂર્ણપણે અને કાયમી રીતે અપંગ થઈ જાય છે તો તે પેન્શનપાત્ર સેવા અવધિ પૂર્ણ ન કરે તો પણ માસિક પેન્શન માટે પાત્ર બને છે.
  • જો આપણે નિયમો પર નજર કરીએ તો 9 વર્ષ અને 6 મહિનાની સેવાને પણ 10 વર્ષ સમકક્ષ ગણવામાં આવે છે. પરંતુ જો નોકરીનો સમયગાળો સાડા 9 વર્ષથી ઓછો હોય તો તે ફક્ત 9 વર્ષ તરીકે ગણવામાં આવશે. આવી સ્થિતિમાં કર્મચારીઓ નિવૃત્તિની ઉંમર પહેલા જ પેન્શન ખાતામાં જમા રકમ ઉપાડી શકે છે. કારણ કે તેઓ પેન્શન માટે હકદાર બનતા નથી.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
  • બીજો પ્રશ્ન એ ઊભો થાય છે કે જો કર્મચારીએ બે અલગ અલગ સંસ્થાઓમાં 5 5 વર્ષ કામ કર્યું હોય તો આવા કિસ્સામાં શું થશે? જો બે નોકરીઓ વચ્ચે ગેપ હોય તો શું તેને પેન્શન મળશે? જો નિયમો જોઈએ તો નોકરીમાં ગેપ હોવા છતાં આખી નોકરીને ગણીને 10 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થાય તો કર્મચારી પેન્શનને પાત્ર બને છે. પરંતુ તેના માટે કર્મચારીએ દરેક નોકરીમાં પોતાનો UAN નંબર એક જ રાખવો જોઈએ અને 10 વર્ષ સુધી આ જ UAN નંબર હોવો જોઈએ.
WhatsApp Group Join Now

Leave a Comment