ઘણીવાર લોકોને એવું હોય છે કે જો કોઈ વ્યક્તિને આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે, તો ઓછામાં ઓછા 14 વર્ષ અથવા વધુમાં વધુ 20 વર્ષ પછી આરોપી છૂટી જશે. જો કે, આ સંપૂર્ણપણે સાચું નથી. આ પાછળનું કારણ અને સત્ય કંઈક બીજું જ છે.ત્યારે તેના વિશે આ લેખમાં જાણીશું.
ઘણીવાર લોકોને એવું હોય છે કે જો કોઈ વ્યક્તિને આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે, તો ઓછામાં ઓછા 14 વર્ષ અથવા વધુમાં વધુ 20 વર્ષ પછી ગુનેગાર છૂટી જશે. જો કે, આ સંપૂર્ણપણે સાચું નથી. આ પાછળનું કારણ અને સત્ય કંઈક બીજું જ છે.

હકીકતમાં, બંધારણમાં ક્યાંય લખ્યું નથી કે આજીવન કેદની સજા 14 કે 20 વર્ષની હશે. કોઈ પણ સંજોગોમાં કોર્ટ જે કલમો હેઠળ આરોપો સાબિત થાય છે તેના આધારે સજા નક્કી કરે છે. તેનો અર્થ એ કે કોર્ટ નક્કી કરે છે કે ગુનેગારને આજીવન કેદની સજા મળે કે મૃત્યુદંડની સજા કે અન્ય કોઈ સજા.
2012માં સુપ્રીમ કોર્ટે તેના એક ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે આજીવન કેદ એટલે આજીવન કેદ અને તેનાથી વધુ કંઈ નહીં. કોર્ટે તેનું વધુ અર્થઘટન કરવાનો ઇનકાર કર્યો. કોર્ટે કહ્યું કે આજીવન કેદ એટલે ગુનેગારને છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવું પડશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
જો કે, રાજ્ય સરકાર પાસે કેદીઓની સજા ઘટાડવાની સત્તા આપવામાં આવી છે, પરંતુ બંધારણમાં ઉલ્લેખ છે કે રાજ્ય સરકારે ખાતરી કરવી જોઈએ કે આજીવન કેદની સજા પામેલા ગુનેગાર ઓછામાં ઓછા 14 વર્ષ તો જેલમાં રહે.આનો અર્થ એ થયો કે આજીવન કેદની સજા 14 વર્ષથી ઓછી ન હોઈ શકે.
દેશના નવા કાયદામાં એટલે કે ભારતીય ન્યાયિક સંહિતામાં પણ જો કેદીને આજીવન કેદની સજા થઈ હોય તો કેદી જીવિત હોય ત્યાં સુધી સજાની જોગવાઈ છે, તેની સજા માફ કરી શકાતી નથી.










